Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાત્રે સૂતી વખતે વાળ બાંધીને કે પછી ખુલ્લા રાખીને મહિલાઓેએ સૂવું જોઈએ?

Which Hairstyle is Best for Sleeping : રેશમ અથવા સાટિન ઓશિકાનો ઉપયોગ કર કરી શકો છો
રાત્રે સૂતી વખતે વાળ બાંધીને કે પછી ખુલ્લા રાખીને મહિલાઓેએ સૂવું જોઈએ
Advertisement
  • આ આદત વાળના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે
  • હળવી અને ઢીલી ચોટલી વાળના મૂળને સુરક્ષિત રાખે છે
  • રેશમ અથવા સાટિન ઓશિકાનો ઉપયોગ કર કરી શકો છો

Which Hairstyle is Best for Sleeping : મહિલાઓ વ્યસ્ત રોજિંદા જીવનમાં વાળની ​​સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મહિલાઓ વાળને જાળવવા માટે સૂતી વખતે વાળને કેવી રીતે રાખો છો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો ઘણીવાર આ વાતને નજરઅંદાજ કરે છે, પરંતુ આ આદત વાળના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. કેટલાક લોકો સૂતા પહેલા તેમના વાળની ચોટીલી અથવા વાળ ખુલ્લા રાખે છે.

હળવી અને ઢીલી ચોટલી વાળના મૂળને સુરક્ષિત રાખે છે

યોગ્ય પદ્ધતિ પસંદ કરવાથી વાળ તૂટતા અટકાવી શકાય છે. પરંતુ વાળને મજબૂત રાખવામાં પણ મદદ મળે છે. જો વાળ લાંબા છે, તો ઢીલી ચોટલી બાંધીને સૂવું જોઈએ. તે વાળને ગૂંચવણ અને તૂટવાથી બચાવે છે. ચોટલી ખૂબ સખ્ત ન હોવી જોઈએ, નહીંતર માથાનો દુખાવો થઈ શકે છે. હળવી અને ઢીલી ચોટલી વાળના મૂળને સુરક્ષિત રાખે છે. તેમની કુદરતી વૃદ્ધિની પ્રક્રિયા પણ સારી છે. જેના કારણે વાળની ​​લંબાઈ પણ ઝડપથી વધે છે.

Advertisement

આ પણ વાંચો: સ્વર્ગ પણ ઝાંખું આ ગામની સામે, પણ પ્રવાસીઓ પ્રતિબંધ લગાવી રહ્યા!

Advertisement

રેશમ અથવા સાટિન ઓશિકાનો ઉપયોગ કર કરી શકો છો

જો વાળ ટૂંકા છે અથવા તો તમે તેને ખુલ્લા રાખીને સૂવામાં આરામદાયક અનુભવો છો, તો તમે પણ વાળ ખુલ્લા રાખીને સૂઈ શકો છો. પરંતુ વાળને ગૂંચવતા અને તૂટતા અટકાવવા માટે રેશમ અથવા સાટિન ઓશિકાનો ઉપયોગ કર કરી શકો છો. એકદમ ફીટ બાંધેલી ચોટલી અથવા પોનીટેલ સાથે સૂવાથી વાળના મૂળ પર દબાણ આવે છે. વાળ ખુલ્લા રાખીને સૂવાથી માથાની ચામડી અને વાળના મૂળને આરામ મળે છે, જે તેમની કુદરતી વૃદ્ધિની પ્રક્રિયામાં સુધારો કરે છે. આ સિવાય વાળ ખુલ્લા રાખવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તે વાળના મૂળને પોષણ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Cracked Heel Remedies: ફાટી ગયેલી એડી નરમ થઈ જશે, શિયાળામાં આ ઉપાયો અપનાવો

Tags :
Advertisement

.

×