આરોગ્ય માટે કયું વધુ ફાયદાકારક સરસવનું તેલ કે દેશી ઘી? જાણો નિષ્ણાતનો અભિપ્રાય
- સરસવનું તેલ અને દેશી ઘી બંનેનું આપણા રસોડામાં મહત્વનું સ્થાન
- સરસવના તેલ અને દેશી ઘી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી સમસ્યા થઈ શકે
Health Benefits : સરસવનું તેલ અને દેશી ઘી બંનેનું આપણા રસોડામાં મહત્વનું સ્થાન છે. આ બંનેનો ભારતીય ફૂડમાં પરંપરાગત રીતે ઉપયોગ થાય છે અને તેના સ્વાસ્થ્ય લાભો પણ કોઈનાથી છુપાયેલા નથી. પરંતુ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે બેમાંથી કયું સારું છે અને કયું રોજિંદા રસોઈમાં વાપરી શકાય છે.
જો કે, આ નિર્ણય તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જીવનશૈલી અને પોષણની જરૂરિયાતો પર પણ આધાર રાખે છે. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેમને શંકા છે કે કયો ખોરાક વધુ ફાયદાકારક છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમના મનમાં આ પ્રશ્ન વારંવાર આવે છે, તો આપણે આયુર્વેદિક નિષ્ણાત ડૉ. કિરણ ગુપ્તા પાસેથી આનો જવાબ જાણીશું. તેમના જવાબ પરથી તમને સ્પષ્ટ થઈ જશે કે કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.
જાણો નિષ્ણાતનો અભિપ્રાય
ડો.કિરણ ગુપ્તાએ જણાવ્યું કે, સરસવના તેલ અને દેશી ઘી વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધા નથી કારણ કે આ બંને પોતપોતાની રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, શું વધુ યોગ્ય છે અને શું નથી તે કહેવું યોગ્ય નથી. ડો.કિરણ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, તમે તમારી દિનચર્યામાં યોગ્ય માત્રામાં સરસવનું તેલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરીને તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખી શકો છો. કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો : Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
યોગ્ય માત્રામાં સેવન કરો
આયુર્વેદના નિષ્ણાત ડૉ. કિરણ ગુપ્તાએ પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું કે સરસવનું તેલ અસંતૃપ્ત ચરબી છે, જ્યારે દેશી ઘી એ સંતૃપ્ત ચરબી છે. આવી સ્થિતિમાં, જો તમે આમાંથી કોઈ એક વસ્તુનું સેવન મર્યાદા કરતા વધારે કરો છો, તો તેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમણે કહ્યું કે જ્યારે તમે સરસવના તેલ અને દેશી ઘીનું યોગ્ય માત્રામાં સેવન કરો છો તો તમને તેનાથી ઘણા ફાયદા થાય છે. તેથી, તમે જે પણ ખાઓ કે પીતા હોવ, તે સમજી-વિચારીને સેવન કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
ડૉક્ટરની સલાહ જરુર લેવી
જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા આ બેમાંથી કોઈ પણ વસ્તુને ટાળવા માટે કહેવામાં આવ્યું હોય, તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને શરૂ કરવું જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા વિના કંઈપણ નવું શરૂ કરવું તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચો : દરરોજ 30 મિનિટ ચાલવુ શરીર માટે ફાયદાકારક! જાણો નિષ્ણાતનો અભિપ્રાય


