Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LIVE NOW Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

amit shah gujarat visit  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
Advertisement

Amit Shah Gujarat Visit: બિહાર ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે મનોરંજન, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ લઈને આવી રહી છે. આજે 5મી ડિસેમ્બરથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Advertisement

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે

December 5, 2025 8:59 am

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. તથા નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે અને નવા વાડજમાાં 350 EWS આવાસનું લોકાર્પણ કરશે. સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાગ લેશે.

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ

December 5, 2025 8:59 am

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તથા બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. તેમજ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદીઓને પણ વિકાસ ભેટ આપશે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે. તથા થલતેજમાં 861 EWS આવાસનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. તથા ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે

December 5, 2025 8:10 am

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. તેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહ તથા વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે.

અમિતભાઇ શાહના આજના કાર્યક્રમની જાણો વિગત

December 5, 2025 8:10 am

જાણો અમિતભાઇ શાહનો આજનો કાર્યક્રમ 1. સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવનો ઉદ્ઘાટન સમારોહ. સવારે 10.30 કલાકે - જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ 2.આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ દ્વારા આયોજિત અર્થ સમિટ 2025નો સમાપન સમારોહ બપોરે 12 કલાકે, મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર, ગાંધીનગર 3. ગાંધીનગરના લોકસભામાં તળાવોના ઈન્ટલીંકીંગ પ્રોજેક્ટ અન્વયે મુખ્ય સચીવ, સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બપોરે 2.30 કલાકે, સર્કિટ હાઉસ, ગાંધીનગર 4. ગાંધીનગર મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું ઉદ્ધાટન બપોરે 3.30 કલાકે, સેક્ટર 22 , ગાંધીનગર 5. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચાનું ઉદ્ધાટન બપોરે 4 કલાકે, ગાંધીનગર સેક્ટર 27 6. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા LC-11 ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ અને તેની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન સાંજે 4.15 કલાકે, ખ 6 સર્કલ રોડ નંબર 6, ગાંધીનગર 7. સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા આદરજ મોટી, સોનીપુર અને જલુંદ ખાતે શરૂ કરવામાં આવનાર પીએનજી ગેસ લાઈનનું ઉદ્ધાટન સાંજે 4.30 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર 8. આરોગ્ય વિભાગ દ્રારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધાટન સાંજે 4.45 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર 9. સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવીનીકૃત પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાનું ઉદ્ધાટન સાંજે 5 કલાકે, પ્રાથમિક શાળા, આદરજ મોટી, ગાંધીનગર 10. સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ સાંજે 5.30 કલાકે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નારણપુરા, અમદાવાદ 11. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ઉદ્ધાટન સમારોહ સાંજે 6.30 કલાકે, મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસે, સિંધુભવન રોડ, અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

December 5, 2025 8:04 am

બિહાર ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે મનોરંજન, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ લઈને આવી રહી છે. આજે 5મી ડિસેમ્બરથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Advertisement

.

×