Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LIVE NOW Kinjal Dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર: બ્રહ્મસમાજે પાંખો કાપી નથી કિંજલબેનને પાંખો આપી છે - હેમાંગ રાવલ

kinjal dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર   બ્રહ્મસમાજે પાંખો કાપી નથી કિંજલબેનને પાંખો આપી છે   હેમાંગ રાવલ
Advertisement

સિંગર કિંજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર

સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય શરૂ થયો છે. તેમાં જાણો કોણે કિંજલને સપોર્ટ કર્યો અને કોને વિરોધ કર્યો તથા કિંજલ દવેનું આ મામલે નિવેદન સામે આવ્યું છે.

Advertisement

કિંજલ દવે મુદ્દે બ્રહ્મસમાજ આગેવાન હેમાંગ રાવલનું નિવેદન

December 15, 2025 1:43 pm

કિંજલ દવે મુદ્દે બ્રહ્મસમાજ આગેવાન હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હેમાંગ રાવલે જણાવ્યું છે કે બ્રહ્મસમાજ અને ગૌર અલગ વસ્તુ છે. દરેકનું પોતાનું અલગ બંધારણ હોય છે. બંધારણ મુજબ નિર્ણયો લેવા પડતા હોય છે. કિંજલબેને નિર્ણય કર્યો છે સમાજે કરેલા નિર્ણયનું સ્વાગત કરવુ જોઈએ. સમાજની અન્ય દિકરીઓ અનુસરણ ન કરે તે માટે નિર્ણય લીધો છે. અસામાજિક તત્વો જો કહેતા હોય તો એમણે માફી માગવી જોઈએ. બાળલગ્નો નથી થતા સમાજમાં, જો થાય તો જાહેર કરવા જોઈએ. બ્રહ્મસમાજ આધુનિકતાથી વરેલો છે. ઝૂમ બેઠકથી અમેરિકામાં સત્યનારાયણની કથા કરાવીએ છે. બ્રહ્મસમાજે પાંખો કાપી નથી કિંજલબેનને પાંખો આપી છે. પોતાના ગમતા કપડા પહેરે ત્યારે પણ સમાજે આવકાર્યુ છે.

કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર આવી નિવેદન આપ્યું

December 15, 2025 1:17 pm

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી, જે ઈન્ટર કાસ્ટ મેરેજ હોવાથી બ્રહ્મ સમાજમાં વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાએ સો.મીડિયા પર લાંબા સમયથી વેગ પકડ્યો છે. જોકે, આ ચર્ચાઓનો અંત લાવવા કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર આવી નિવેદન આપ્યું છે. દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાની પીડિત છું.

સમાજ બહાર કાઢવા મુદ્દે જય વસાવડા કિંજલ દવેના સમર્થનમાં

December 15, 2025 1:16 pm

કિંજલ દવેના સગપણ મુદ્દે બ્રહ્મસમાજમાં આક્રોશ છે. જેમાં સમાજ બહાર કાઢવા મુદ્દે જય વસાવડા કિંજલ દવેના સમર્થનમાં છે. 21 મી સદીમાં આ બનાવ શરમજનક બાબત છે. બ્રાહ્મણસમાજમાં આ પ્રકારની વાત ન હોવી જોઈએ. સમાજની ઠેકેદારી અને એમાં એકતાની વાતો આવી જાય છે. શાસ્ત્રોમાં આંતરજ્ઞાતિય લગ્ન વિશે ક્યાંય ઉલ્લેખ નથી. ભારત આ બધાથી વિશાળ છે. બંધારણ બધાને સમાનતાનો હક આપે છે. આપઘાત કરે ત્યારે સમાજ રોકવા આવતો નથી.

આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર

December 15, 2025 1:13 pm

આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થયો છે. જેમાં પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કાંકરેજના શિહોરી ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળી છે. સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવા નિર્ણય કરાયો છે. લલિત દવે, પ્રહલાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારને પણ ગુનેગાર ગણાશે.

મારી તકલીફ વખતે સમાજ કયાં હતો? અસામાજીક તત્વોને સમાજમાંથી બહાર કાઢો

December 15, 2025 12:25 pm

Kinjal Dave | મારી તકલીફ વખતે સમાજ કયાં હતો? અસામાજીક તત્વોને સમાજમાંથી બહાર કાઢો

પાંખોને કાપવાની આ બધી વાતો છે - કિંજલ દવે

December 15, 2025 12:25 pm

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેએ જણાવ્યું છે કે પાંખોને કાપવાની આ બધી વાતો છે. દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ આવી છે. લાઇફ પાર્ટનર નક્કી કરવાનો હક્ક નથી?

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન

December 15, 2025 12:22 pm

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન સામે આવ્યું છે. સગપણને લઈને ચાલતી ચર્ચાઓ પર મૌન તોડ્યું છે. જેમાં કિંજલ દવેએ જણાવ્યું છે કે દીકરી તરીકે સહન ન કરી, બોલવું જોઈએ. બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગૌરવ છે. બ્રહ્મસમાજના લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે. સભ્ય અને મોર્ડન સમાજમાં 2-4 અસામાજિક તત્વો છે. દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે.

બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી કર્યા છે બહિષ્કૃત

December 15, 2025 12:21 pm

બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી બહિષ્કૃત કર્યા છે. જેમાં કિંજલ દવેએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે.

Singer Kinjal Dave ના સમર્થનમાં આવ્યા સામાજિક કાર્યકર Kajal Hindusthani

December 15, 2025 12:21 pm

Singer Kinjal Dave ના સમર્થનમાં આવ્યા સામાજિક કાર્યકર Kajal Hindusthani

જાણીતા સિંગર Kinjal Dave ના સમર્થનમાં Kajal Hindustani આવ્યા

December 15, 2025 12:20 pm

જાણીતા સિંગર કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈ વિવાદ શરૂ થયો છે. જેમાં કાજલ હિંદુસ્થાની સિંગર કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે.

Advertisement

.

×