148th Rath Yatra: રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ત્રણેય રથ મંદિર પરત ફર્યા
148th Rath Yatra: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા. સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થયો છે. શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળી છે, Gujarat First પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તમામ સમાચાર તમને અપડેટ ફોટો અને વીડિયો સાથે Live મળશે, રથયાત્રા નીકળી અને રથયાત્રા પરત ફરશે તે સાથેના તમામ સમાચાર તમને Gujarat Firstની વેબસાઈટ પર સતત મળતા રહેશે.
Ahmedabad Rath Yatra 2025 LIVE : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, ભાઈ-બહેનને સાથ, નગરચર્યાએ નાથ https://t.co/URUrVJxZKP
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. તેમજ ઉજ્જૈન, જગન્નાથપુરી, હરિદ્વાર, અયોધ્યા, નાસિક તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
June 27, 2025 9:22 pm
અમદાવાદમાં નીકળેલ ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા પામી છે. ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાનના દર્શન કરવા અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્રણેય રથ પરત મંદિરે પહોંચતા મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ત્રણેય રથ શાહપુર પહોંચ્યા
June 27, 2025 7:55 pm
ભઘવાન જગન્નાથ આજે નગર ચર્યાએ નીકળ્યા છે. અમદાવાદમાં નીકળેલ રથયાત્રા હવે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહી છે. ત્રણેય રથ શાહપુર ખાતે પહોંચતા ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
દરિયાપુરમાં વરસાદી માહોલ છવાયો
June 27, 2025 6:41 pm
હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રથ દરિયાપુર પહોંચતા વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદ વરસવાનો શરૂ થતા ખલાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીએ રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિંટરીંગ કર્યું
June 27, 2025 5:27 pm
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ દ્વારા સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ડીજી વિકાસ સહાય સહિત ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં ભક્તોએ લીધો પ્રસાદનો લ્હાવો
June 27, 2025 2:44 pm
ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ (સરસપુર) માં પહોંચી ગઈ છે. જ્યા હજારો ભક્તો પ્રસાદનો લ્હાવો લેશે. હાલ ભક્તો શાક, પુરી અને મહોનથાળનો પ્રસાદ આરોગ્યો હતો. હાલમાં સરસપુર જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે.
સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય આગમન
June 27, 2025 1:51 pm
ભગવાન જગન્નાથના રથ સરસપુર પહોંચ્યા છે, જ્યાં ભક્તોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ, દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજી નીજ મંદિરથી નગરચર્યા માટે નીકળે છે અને સરસપુરના મોસાળમાં ભવ્ય મામેરાનો પ્રસંગ ઉજવાય છે. આ પવિત્ર અવસરે સરસપુરની પોળમાં લાખો ભક્તો અને સંતો એકઠા થઈ, ભગવાનના દર્શન અને જમણવારનો લાભ લઈ રહ્યા છે.
સરસપુરમાં વરસાદના અમી છાંટણા
June 27, 2025 1:38 pm
સરસપુરમાં ભગવાનના આગમન પહેલાં જ મેઘરાજાએ જાણે તેમનું સ્વાગત કરવા અમીછાંટણા વરસાવ્યા છે. આ રમણીય વરસાદી માહોલ વચ્ચે ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધુ ગાઢ બની રહી છે. વરસાદના ઝરમર ટીપાંઓએ વાતાવરણને શીતળ અને ભક્તિમય બનાવ્યું છે. વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ અડીખમ જોવા મળી રહ્યો છે. તેઓ ભગવાનના દર્શન અને આવકાર માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને આ વરસાદી માહોલમાં તેમની ભક્તિ વધુ ગહન બનીને ભગવાનમાં લીન થઈ રહી છે.
બાળકોએ કરતબો બતાવી લોકોનું ધ્યાન ખેેેંચ્યું
June 27, 2025 12:44 pm
અમદાવાદની રથયાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ ઝાંખીઓથી સજ્જ ટ્રકો અને અખાડાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને યુવાનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા. આકર્ષક ઝાંખીઓમાં રંગબેરંગી સજાવટ અને પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. બાળકોના કરતબો, જેમાં શારીરિક કૌશલ્ય અને સાંસ્કૃતિક રજૂઆતોનો સમાવેશ થયો હતો, જેણે ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઝાંખીઓએ યાત્રાને માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવનું સ્વરૂપ આપ્યું.
Jagannath Rath Yatra 2025: રથયાત્રામાં ભૂતોની ટોળી આકર્ષણનું કેન્દ્ર
June 27, 2025 12:40 pm
Jagannath Rath Yatra 2025: રથયાત્રામાં ભૂતોની ટોળી આકર્ષણનું કેન્દ્ર
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા#Gujarat #Ahmedabad #RathYatra2025 #JayJagannath #AhmedabadRathYatra #LordJagannath #GujaratFirst pic.twitter.com/nrGkSyxUu0
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ રાયપુરથી નીકળ્યા
June 27, 2025 12:23 pm
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ રાયપુરથી નીકળ્યા છે. સરસપુર ખાતે ભગવાનના રથ આવે તે પહેલા અમી છાંટણા શરૂ થયા છે.
રથયાત્રામાં મંજૂરી વિના ઉડાવેલુ ડ્રોન ઉતારી લેવામાં આવ્યું
June 27, 2025 11:39 am
રથયાત્રામાં ડ્રોન ઉતારી લેવામાં આવ્યું છે. જેમાં મંજૂરી વિના ઉડાવેલુ ડ્રોન ઉતારી લેવામાં આવ્યું છે. આ વખતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રા રૂટ પર AIથી મોનીટરીંગ થઇ રહ્યું છે. અનીચ્છનીય બનાવ ટાળવા પોલીસ સતર્ક છે.
ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબૂ થતા રથયાત્રામાંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત...
June 27, 2025 11:12 am
ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબૂ થતા, રથયાત્રા માંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત...@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 27, 2025
#AhmedabadRathyatra2025 #AhmedabadPolice pic.twitter.com/lyEmDQNsT5
PM મોદીએ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી
June 27, 2025 11:11 am
PM મોદીએ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
શ્રદ્ધા અને ભક્તિનો પાવન ઉત્સવઃ PM મોદી
સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની કામનાઃ PM
PM મોદીએ X પોસ્ટમાં કહ્યું જગ જગન્નાથ@narendramodi @PMOIndia #ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple… pic.twitter.com/junvau8LIv
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં ભજન મંડળીઓનો ઉત્સાહ
June 27, 2025 11:11 am
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં ભજન મંડળીઓનો ઉત્સાહ। Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/AWpaI8e5bu
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ
June 27, 2025 11:08 am
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ । Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/zI83vrqJb3
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
સરસપુરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ
June 27, 2025 11:05 am
સરસપુરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ છે. જેમાં ભાણેજને આવકારવા સરસપુરવાસીઓમાં ઉત્સાહ છે. ભજન કીર્તન સાથે ભગવાનની ભક્તિ થઈ રહી છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે સરસપુર ગુંજી ઉઠ્યું છે. જેમાં ભાણેજની મોસાળમાં આગતા - સ્વાગતા થશે. ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે.
સરસપુર નાની સારવિવાળની પોળ ખાતે સૌથી મોટો ભંડારો ભક્તો માટે તૈયાર
June 27, 2025 10:57 am
અમદાવાદના સરસપુર નાની સારવિવાળની પોળ ખાતે સૌથી મોટો ભંડારો ભક્તો માટે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભક્તો ને અહીં પુરી, શાક, ફૂલવડી, બુંદી અને છાસનો પ્રસાદ પીરસવામાં આવે છે. અહીંથી ભક્તોની સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં પ્રસાદી ટિફિન મારફતે પહોંચાડાય છે. ભક્તો દ્વારા રથયાત્રાનો પ્રસાદ શહેરના અંધજન મંડળ અને વિવિધ સંસ્થામાં ટિફિન મારફતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
હાથી બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી
June 27, 2025 10:33 am
હાથી બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતુ.
3 હાથીને દેસાઈની પોળમાં રાખવામાં આવ્યા
June 27, 2025 9:52 am
નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. જેમાં જણાવ્યું છે કે 3 હાથીને દેસાઈની પોળમાં રાખવામાં આવ્યા છે. વધારે પડતા અવાજ ઘોંઘાટના કારણે હાથીએ સંતુલન ગુમાવ્યું હતુ. હાલ પરિસ્થિતિ સામાન્ય છે ત્રણ હાથી નોર્મલ કન્ડિશનમાં રાખવામાં આવ્યા છે. સૌને વિનંતી છે કે હાથી પાસે નજીકના જાય અને ઘોંઘાટ ન ફેલાવે. હાથીને બિનજરૂરી ખાવાનું ન આપે.
Ahmedabad Rath Yatra 2025 : ગજરાજ થયા બેકાબુ, CCTV આવ્યા સામે!। Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/FuHoyXR0sL
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું
June 27, 2025 9:19 am
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું છે. ડોક્ટર અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા હાથી પર કંટ્રોલ કરવામાં આવ્યો છે. તથા પોલીસ દ્વારા તાત્કાલિક પબ્લિક દૂર કરવામાં આવી હતી. હાથીને વન વિભાગ દ્વારા કન્ટ્રોલ કરતા મોટી જાનહાનિ થતા બચી ગઇ છે.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે રથયાત્રા
June 27, 2025 9:13 am
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા રથયાત્રામાં સામેલ છે. તથા 2500 જેટલા સાધુ-સંતો ભગવાનની 148મી રથયાત્રામાં જોડાયા છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે રથયાત્રા. જય જગન્નાથના જયઘોષથી ગૂંજ્યું અમદાવાદનું વાતાવરણ. ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયુ અમદાવાદ શહેર.
Ahmedabad Rath Yatra 2025 : કચ્છીઓના નવા વર્ષની મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા
June 27, 2025 9:12 am
Ahmedabad Rath Yatra 2025 : કચ્છીઓના નવા વર્ષની મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા। Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
અષાઢી બીજ એટલે કચ્છીઓ નવું વર્ષ
CM ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા
જગન્નાથજીની પહિંદ વિધિ બાદ પાઠવી શુભેચ્છા
આજે કચ્છીઓનું નવું વર્ષ: મુખ્યમંત્રી
નૂતન વર્ષની શુભકામના: મુખ્યમંત્રી
દેશ… pic.twitter.com/5yT1P9sKRW
Ahmedabad Rath Yatra 2025 : કરો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા ભાઈ બલભદ્રના દર્શન
June 27, 2025 9:12 am
Ahmedabad Rath Yatra 2025 : કરો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા ભાઈ બલભદ્રના દર્શન । Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/uUw3xetJmp
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં Operation SINDOOR ની ઝાંખી જોવા મળી
June 27, 2025 9:11 am
Ahmedabad Rath Yatra 2025 : રથયાત્રામાં Operation SINDOOR ની ઝાંખી જોવા મળી । Gujarat First#OperationSindoor #ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/dh97Z7bJLb
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
Ahmedabad Rath Yatra 2025 : ગલી ગલીમાં ગુંજ્યો જય રણછોડનો નાદ
June 27, 2025 9:09 am
Ahmedabad Rath Yatra 2025 : ગલી ગલીમાં ગુંજ્યો જય રણછોડનો નાદ । Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/dUQ4gLPVPH
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધુ ટ્રકો
June 27, 2025 8:37 am
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધુ ટ્રકો છે. જેમાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરાયો છે. તેથી ઓપરેશન સિંદૂરની થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. તથા બાળકોએ સેનાના જવાનોની વેશભૂષા કરી છે. તથા ટ્રકની બંને તરફ ઓપરેશન સિંદૂરના પોસ્ટર સાથે વડાપ્રધાન મોદીનો ફોટો પણ લગાવાયો છે.
બેથી વધારે ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ
June 27, 2025 8:36 am
રથયાત્રામાં જમાલપુર દરવાજા ખાતે ટ્રકોને પસાર થવાનું મેનેજમેન્ટ ખોરવાયું હતું. દર વર્ષે જમાલપુર દરવાજાની બહારથી ટ્રકો પસાર થતી હતી પરંતુ ચાલુ વર્ષે ટ્રકો જમાલપુર દરવાજાની અંદર થઈને પસાર થતી જોવા મળી હતી. 85 ટ્રકો જમાલપુર દરવાજામાંથી પસાર થઈ ગઈ હતી. ત્યારબાદ બેથી વધારે ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ હતી, જેમાં માંડ માંડ ટ્રકોને બહાર કઢાઈ હતી.
ટ્રકોમાં બેસેલા લોકોએ નીચે નમવું પડ્યું
June 27, 2025 7:53 am
રથયાત્રામાં કેટલીક ટ્રકોની ઊંચાઈ જમાલપુર દરવાજાને અડી જાય તેવી હતી. દરવાજા પર લગાવેલી લાઇટોના વાયરો પણ ખસેડવા પડ્યા હતા. ટ્રકોમાં બેસેલા લોકોએ નીચે નમવું પડ્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રાના હાથી ખમાસા ચાર રસ્તા પહોંચ્યા
June 27, 2025 7:21 am
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. હાથી ખમાસા ચાર રસ્તા ખાતે પહોંચી રહ્યાં છે. તેમજ ટ્રકો જમાલપુર દરવાજાથી આગળ વધી રહી છે. પોલીસ દ્વારા ટ્રકોને ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાઇ
June 27, 2025 5:36 am
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાઇ છે. ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જગન્નાથનો પ્રથમ રથ મંદિરની બહાર નીકળી ચૂક્યો છે. રથયાત્રા ચાલુ વર્ષે 10 મિનિટ વહેલી શરૂ થઈ છે. અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પ્રથમ રથ સવારે 7.10 વાગ્યે બહાર નીકળતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો છે.
Ahmedabad Rath Yatra 2025 : સોનાની સાવરણીથી CM એ કરી પહિંદ વિધિ। Gujarat First@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh #ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/55J4gsr7sE
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરાયા
June 27, 2025 5:20 am
સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા
ભગવાનનેવિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો
June 27, 2025 4:53 am
ભગવાનનેવિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. વર્ષમાં એકવાર ખીચડાનો ભોગ ધરાવવામાં આવતો હોય છે. 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
Ahmedabad Rath Yatra 2025 : પ્રભુ જગન્નાથજીને ખીચડાનો ભોગ। Gujarat First#ahmedabad #rathyatra2025 #ahmedabadrathyatra #gujaratfirst #JagannathTemple #RathyatraAhmedabad #RathYatra2025 pic.twitter.com/amhDbtVSon
— Gujarat First (@GujaratFirst) June 27, 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની148મી રથયાત્રા, મંદિર પ્રાંગણમાં હર્ષ, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ
June 27, 2025 4:35 am
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
જગન્નાથ મંદિર પ્રાંગણમાં હર્ષ, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ
રથયાત્રા પહેલા મંદિર પ્રાંગણમાં રાસ ગરબા કરવામાં આવ્યા
રથયાત્રા પહેલા આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે
ભગવાનને આદિવાસી નૃત્ય અને રાસ ગરબા ખૂબ જ પ્રિય
ભારતીય પરંપરામાં નૃત્યને ભગવાનને… pic.twitter.com/hAODIvARvt
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી
June 27, 2025 4:31 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા છે. આ સાથે અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં હાજર રહેલા સાધુ-સંતોના આશીર્વાદ લીધા છે. હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે.
Ahmedabad Rath Yatra 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પરિવાર સાથે મંગળા આરતી કરી
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા
ભગવાન જગન્નાથજીની કરાઈ મંગળા આરતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રહ્યા ઉપસ્થિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી મંગળા આરતી
અમિતભાઈ શાહે સહ… pic.twitter.com/aqvPuwhBDn
રથયાત્રાના પાવન પર્વ પર દિલીપ દાસજીને ઉચ્ચ પદવી અપાઈ
June 27, 2025 4:31 am
રથયાત્રાના પાવન પર્વ પર દિલીપ દાસજીને ઉચ્ચ પદવી અપાઈ છે. જેમાં અમિત શાહની હાજરીમાં દિલીપદાસજીને જગત ગુરુ રામાનંદાચાર્યની ઉચ્ચ પદવી અપાઈ છે. હવેથી મહા મંડલેશ્વર જગતગુરુ રામાનંદાચાર્ય્ દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ છે.
Ahmedabad Rath Yatra 2025 : જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અપાઈ જગદગુરુની પદવી
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અપાઈ જગદગુરુની પદવી
રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં પદવી અપાઈ
મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય… pic.twitter.com/pTldSb92tU
જગન્નાથ મંદિર અને રથયાત્રાના સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત
June 27, 2025 4:14 am
અમદાવાદ ભગવાન જગન્નાથની આજે 148મી રથયાત્રા છે. જેમાં જગન્નાથ મંદિર અને રથયાત્રાના સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત છે. રથયાત્રાના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સહિત 23,884 સુરક્ષા કર્મી તહેનાત છે. તથા 16 કિમીના રથયાત્રાના રૂટ પર વધારાના 4500 પોલીસ કર્મીઓ તહેનાત રહેશે. 227 કેમેરા અને 41 ડ્રોનથી રથયાત્રા પર ચાપતી નજર રખાશે. તથા ટ્રાફિક નિયમન માટે 1000 કર્મીઓ અને 23 ક્રેનની વ્યવસ્થા કરાઈ છે.
Ahmedabad Rath Yatra 2025 LIVE : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, ભાઈ-બહેનને સાથ, નગરચર્યાએ નાથ
June 27, 2025 4:11 am
Ahmedabad Rath Yatra 2025 LIVE : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, ભાઈ-બહેનને સાથ, નગરચર્યાએ નાથ https://t.co/URUrVJxZKP
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે
June 27, 2025 4:11 am
રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે તેવા ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવ્યું હતું. પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે ભગવાનની શાહી સવારી એવા રથને પંરપરાગત રીતે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ભગવાનના રથો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઢોલ નગારાના તાલ સાથે હર્ષોઉલ્લાસ સાથે રથ મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભગવાનના અતિપ્રિય રાસ ગરબા આદિવાસી નૃત્યુ કરવામાં આવ્યું હતું. જેની સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
અમિત શાહ પરિવાર સાથે મંદિરે પહોંચ્યા
June 27, 2025 4:10 am
જમાલપુર જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે. અમિત શાહ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યા
June 27, 2025 4:10 am
ગૃહ રાજ્યમંત્રી પોલીસ કમિશનર સાથે મંદિરે રથ અને ગાર્ડ ઓફ ઓનર આપવા અંગેની માહિતી મેળવી રહ્યા છે.
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે,
June 27, 2025 4:10 am
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સહિત ઉપસ્થિત રહેશે.


