ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Gujarat : એકતાનગર ખાતે PM Modi એ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

06:17 PM Oct 30, 2025 IST | Vipul Sen
PM Modi_Guajarat_First
  1. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાયરોડ કેવડિયાનાં પ્રવાસે (Pm Modi in Gujarat)
  2. નર્મદાનાં એકતાનગર ખાતે થશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
  3. PM મોદી વિવિધ વિકાસકાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
  4. એકતાનગરમાં 1140 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ
  5. આજે ઈ-બસોને લીલીઝીંડી PM મોદીએ દેખાડી લીલીઝંડી

Narmada : ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે ગુરૂવારનાં રોજ સાંજે પીએમ મોદીએ કેવડિયાની (Kevadia) મુલાકાત લીધી. જયાં હેલિપેડ પર આગમન બાદ તેઓ નવી 25 ઈ-બસોનું લોકાર્પણ કર્યું. ત્યાંથી તેઓ નર્મદા ડેમ વ્યું-પોઇન્ટ નં-1 ગયા, જયાં તેમના હસ્તે 1220 કરોડના ખર્ચથી વિવિધ પ્રોજેકટનાં ભૂમિપૂજન અને લોકાર્પણ થયા. ત્યાર બાદ કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં વિધાર્થીઓ દ્વારા લોહપુરુષ-નાટક નિહાળ્યું. પીએમ મોદી વીવીઆઈપી સરકીટ હાઉસ ખાતે રોકાણ કરશે. બીજા દિવસ એટલે કે આવતીકાલે શુક્રવારે સવારે 8.10 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) પ્રતિમાનાં ચરણ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી ભાગરૂપે પરેડ 10.45 વાગ્યે તેઓ એસઓયું ખાતે નિહાળશે અને સંબોધન કરશે. કાર્યક્રમ બાદ બપોરે 12.20 વાગ્યે તેઓ કેવડિયાથી વડોદરા (Vadodara) જશે અને વડોદરાથી બપોરે 1 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદીના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

એકતાનગર ખાતે PM Modi એ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

October 30, 2025 9:33 pm

એકતાનગર ખાતે PM Modi એ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. સાથે જ રૂ. 150 નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ પણ બહાર પાડી. આવતીકાલે એટલે કે 31 મી ઓક્ટોબરે સવારે 8 કલાકે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાજંલી અર્પણ કરશે. સાથે જ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ કરશે.

PM Modi in Gujarat : કેવડિયા ખાતે PM મોદીના હસ્તે ઈ-બસોનું લોકાર્પણ થયું

October 30, 2025 7:00 pm

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે ઇ-બસોનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ બાદ હવે પીએમ મોદી નર્મદા ડેમ-1 ની મુલાકાત લેશે. બાદમાં 1220 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલ, Dy CM હર્ષભાઈ સંઘવીએ PM મોદીનું સ્વાગત કર્યું

October 30, 2025 7:00 pm

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે, વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય નેતાઓ દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર પ્રહાર!

October 30, 2025 6:37 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલનું યોગદાન ભૂલાવ્યું છે. કોંગ્રેસે સરદાર પટેલનું કોઈ સ્મારક નહોતું બનાવ્યું. પરંતુ, PM નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. સરદાર પટેલનું જીવન ખેડૂતોને સમર્પિત હતું. રોજ 15 હજાર લોકો SoU ખાતે આવે છે.

આજનું આધુનિક ભારત સરદાર પટેલની ભેટઃ ગૃહમંત્રી અમિતભાઈ શાહ

October 30, 2025 6:37 pm

લોહ પુરુષ સરદાર સાહેબની 150 મી જન્મજયંતી નિમિત્તે ઊજવાતા 'એકતા દિવસ' અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજનું આધુનિક ભારત સરદાર પટેલની ભેટ છે. 150 મી જન્મજયંતીએ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હવેથી દર 31 ઓક્ટોબરે ભવ્ય પરેડનું આયોજન થશે. તમામ રાજ્યોમાં 'રન ફોર યુનિટી'નું વ્યાપક આયોજન કરવામાં આવશે. એકતા, અખંડિતતા શપથ કાર્યક્રમનું પણ આયોજન કરાશે. 15 નવેમ્બર સુધી એકતાનગરમાં ભારત પર્વ કાર્યક્રમનું આયોજન થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાયરોડ કેવડિયાના પ્રવાસે

October 30, 2025 6:17 pm

ખરાબ વાતાવરણનાં કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાયરોડ કેવડિયા પહોંચ્યા છે. કેવડિયામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં PM મોદી હાજર રહેશે.

Next Article