Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Commonwealth Games 2030 : PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

commonwealth games 2030   pm મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા  જાણો શું કહ્યું
Advertisement

ભારત અને ગુજરાતનાં ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. આજનો દિવસ દેશ અને ગુજરાત માટે ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની અમદાવાદને મળી છે. ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની (Commonwealth Games 2030) યજમાની માટે બિડ જીતી લીધી છે. આ અંગે સ્કોટલેન્ડનાં ગ્લાસગો શહેરમાં મિટિંગ યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સની 2030 ની યજમાની માટે અમદાવાદના નામ પર મહોર લાગી છે. ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (Harshabhai Sanghvi) આગેવાનીમાં ડેલિગેશન ત્યાં પહોંચ્યું છે.

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી પોસ્ટ

November 26, 2025 8:02 pm

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, 'ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે તેનો મને ખૂબ આનંદ છે! ભારતના લોકો અને રમતગમતની ઇકોસિસ્ટમને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે, અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા આતુર છીએ.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ અભિનંદન પાઠવ્યા

November 26, 2025 7:54 pm

કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની ભારતને મળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દરેક નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, 'કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન કરવા માટે ભારતે પ્રતિષ્ઠિત બિડ જીતી તે બદલ દરેક નાગરિકને અભિનંદન..'

ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

November 26, 2025 7:51 pm

CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં અને એ પણ ગુજરાતમાં રમાય એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જે પ્રમાણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે. એ વાતની આ સાબિતિ છે.

‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’ : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

November 26, 2025 7:46 pm

CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશનાં સપોર્ટસ કેપિટલ તરીકે ઊભરશે. એટલું જ નહિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું નિવેદન

November 26, 2025 7:12 pm

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, "કોમનવેલ્થ સ્પોર્ટ્સ કાઉન્સિલની જનરલ એસેમ્બલીએ આજે ​​ઔપચારિક રીતે 2030 માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની દાવેદારીની જાહેરાત કરી. આ દેશ માટે ગર્વની વાત છે. પીએમ મોદીના નેતૃત્વમાં, છેલ્લા એક દાયકામાં, અમે દેશનાં 18 શહેરોમાં 22 મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કોમનવેલ્થ કાઉન્સિલની જનરલ એસેમ્બલીએ 2030 માટે કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી આપી છે. આવી મોટી યોજના, આટલી મોટી રમત, આપણા દેશના યુવા ખેલાડીઓ માટે તકો પૂરી પાડે છે. ભારત 2030 માં પોતાનું પ્રદર્શન દર્શાવશે, ખાસ કરીને જ્યારે તે કોમનવેલ્થ ગેમ્સની 100મી આવૃત્તિ હશે.."

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા

November 26, 2025 7:07 pm

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "ગુજરાત અને ભારત માટે આ ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની યજમાની કરવી એ અમારા માટે સન્માનની વાત છે. વિશ્વને આવકારવા માટે અમદાવાદ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણી માળખાગત સુવિધાઓ, પ્રતિભાને જ નહીં પણ આપણી એકતા, શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે."

Gujarat માટે આજનો દિવસ ઐતિહાસિક, Ahmedabad ને મળી Commonwealth ની યજમાની

November 26, 2025 6:59 pm

કોમનવેલ્થ ગેમ્સને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કોમનવેલ્થ ફેડરેશને સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ, કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાશે. કોમનવેલ્થ માટે અમદાવાદ સંપૂર્ણ રીતે તૈયાર છે. અમદાવાદની ધરતી પર વિશ્વના ખેલાડીઓ રમશે.

This Live Blog has Ended
Advertisement

.

×