Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand લોકસભા બેઠક પર બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર

Anand : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. હવે લોકસભા ચૂંટણીના...
anand લોકસભા બેઠક પર બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર
Advertisement

Anand : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. હવે લોકસભા ચૂંટણીના મતદાન બાદ સૌથી મોટો સવાલ એ છે કે બહુચર્ચિત આણંદ ( Anand ) બેઠક કોણ જીતશે.

આણંદથી બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

મધ્ય ગુજરાતની આણંદ બેઠક ભારે ચર્ચામાં છે કારણ કે આણંદથી બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.
ભાજપના મિતેષ પટેલ જીતશે કે કોંગ્રેસના અમિત ચાવડા તેવો પ્રશ્ન સૌ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં સભા ગજવી હતી.

Advertisement

ક્ષત્રિય આંદોલનમાં આ બેઠક પણ બાકાત નથી

રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનમાં આ બેઠક પણ બાકાત નથી અને તેની અસર અહીં પણ જોવા મળી રહી હતી. આ બેઠક ક્ષેત્રમાં જ ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજાયું હતું. બીજી તરફ મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પણ દાવો કર્યો હતો કે આણંદ બેઠક ભાજપ હારે છે.

Advertisement

ઊંચું મતદાન જીત અપાવશે તેવો કોંગ્રેસને આશાવાદ

આ બેઠક પર 4 ટર્મથી ધારાસભ્ય રહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ જીવનમાં ક્યારેય ચૂંટણી હાર્યા નથી. અહીં જે રીતે મતદાન થયું છે તે જોતાં ઊંચું મતદાન જીત અપાવશે તેવો કોંગ્રેસને આશાવાદ છે. ગઇ કાલે જે રીતે મતદાન થયું છે તેમાં જોવા મળ્યું કે કાળઝાળ ગરમીની અહીં મતદાનમાં અસર દેખાઇ નથી. શહેરી વિસ્તારમાં જે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું હોવાનું અનુમાન છે.

ચોંકાવનારું પરિણામ આવે તેવું લાગી રહ્યું છે

વરિષ્ઠ પત્રકાર હિમાંશુભાઇ પંડ્યાએ કહ્યું કે ગઇ કાલે જે મતદાન થયું તેને જોતાં ચોંકાવનારું પરિણામ આવે તેવું લાગી રહ્યું છે. વિધાનસભાના બેઝ પર લોકસભાનું મતદાન થતું નથી. ક્ષત્રિય આંદોલનની પણ અસર છે અને લઘુમતિ ફ્કેટર પણ કામ કરશે

આ બેઠક કશ્મકશભરી હોવાનું લાગી રહ્યું છે

ક્ષત્રિય-ઠાકોર સમાજનું આ બેઠક પર સારું એવું પ્રભુત્વ છે. આણંદ લોકસભા ઉપરાંત ખંભાત વિ.સભામાં પણ ઉંચું મતદાન જોવા મળ્યું છે. અહીં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ચિરાગ પટેલ ઉમેદવાર હતા. હવે પક્ષપલટુને પેટાચૂંટણીમાં પ્રજાએ સ્વીકાર્યા કે નહીં તે સવાલ પણ જોવા મળી રહ્યો છે. આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને ખંભાતમાં ક્ષત્રિયોએ મતદાન અને બાકીની બેઠક પર પાટીદારોએ સન્માન કર્યું છે જેથી આ બેઠક કશ્મકશભરી હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો----- Jamnagar લોકસભા બેઠક પર ભરેલા નારિયેળ જેવી સ્થિતી

Tags :
Advertisement

.

×