ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kshatriya Samaj : મતદાનના દિવસે તમામ ક્ષત્રિયો...

Kshatriya Samaj : ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ખુબ ગાજ્યો છે. ભાજપે આજે મતદાનના 72 કલાક પૂર્વે ફરી એક વાર પ્રેસ રિલીઝ જાહેર કરીને ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) ભાજપને સમર્થન આપીને...
05:39 PM May 05, 2024 IST | Vipul Pandya
Kshatriya Samaj : ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ખુબ ગાજ્યો છે. ભાજપે આજે મતદાનના 72 કલાક પૂર્વે ફરી એક વાર પ્રેસ રિલીઝ જાહેર કરીને ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) ભાજપને સમર્થન આપીને...
Kshatriya Samaj

Kshatriya Samaj : ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ખુબ ગાજ્યો છે. ભાજપે આજે મતદાનના 72 કલાક પૂર્વે ફરી એક વાર પ્રેસ રિલીઝ જાહેર કરીને ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે તેવી અપીલ કરી છે. જો કે સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું છે કે અમે અસ્મિતાની લડાઈ ના નિવેદન પર અને ભાજપના વિરોધમાં 7 તારીખે મતદાન કરીશું.

ક્ષત્રિય સમાજને અપીલ કરી

રુપાલા વિવાદમાં ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનના 2 દિવસ પહેલા એટલે કે 5 મે, 2024 ના દિવસે અધિકારીક રીતે પોતાના લેટરહેડ પર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપે જણાવ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે. ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને અપીલ કરી છે.

ભાજપની પ્રેસ રિલિઝ થઇ છે અને માફી માગી છે

જેનો જવાબ આપતા સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું કે ભાજપની પ્રેસ રિલિઝ થઇ છે અને માફી માગી છે. રુપાલાની ટિપ્પણી બાબતે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઇ છે. ભાજપમાં જોડાયેલા રાજપૂત સમાજના આગેવાનો અને સરકાર તરફથી અમને વિનંતી કરાઇ હતી. સભામાં અને રેલીમાં વિરોધ કરવો નહીં તેવી વાત મૂકી હતી અને વડાપ્રધાનની સભા માં અમે કોઈ પણ જાતે વિરોધ કર્યો નથી.

ભાજપ 10 બેઠક ગુમાવી રહી છે

તેમણે કહ્યું કે રાજપૂત સમાજની ગરિમા ભાજપે જાળવી નહી. પરશોત્તમ રૂપાલાએ અમારી બહેન બેટી મુદ્દે અપમાન કર્યું. 2 દિવસ પહેલા કનુભાઇએ કોળી સમાજનું પણ અપમાન કર્યું. તેમના આ નિવેદનને અમે વખોડીએ છીએ. તેમણે દાવો કર્યો કે ભાજપ 10 બેઠક ગુમાવી રહી છે. તેમણે કહ્યું કે અસ્મિતાની લડાઈના નિવેદન પર અને ભાજપના વિરોધમાં 7 તારીખે મતદાન કરીશું.

સમગ્ર ભારતમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુધ મતદાન કરીશું

તેમણે કહ્યું કે ભાજપની એક સંસ્થા દ્વારા એક પત્રિકા બહાર પડાઈ છે.રાજપૂત સમાજને અસ્મિતા શિખવાડવાની જરૂર નથી. કોઈ પણ બાબતે અમે ઘર્ષણ કરીશું નહી. બધા સમાજ અમારી સાથે છે. લોકશાહીમાં સમર્થન માટે પોતાની રીતે સ્વતંત્ર છે અને
રાજપૂત સમાજની અસ્મિતાનું ચેપ્ટર પૂરું થાય એમ નથી.અમારો વિરોધ કોઈ પક્ષ સામે નથી. તમામ સમાજ અમારી સાથે છે..તેમણે કહ્યું કે ના માત્ર ગુજરાતમાં પણ સમગ્ર ભારતમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુધ મતદાન કરીશું. અમારો મેસેજ સ્પષ્ટ છે કે ભાજપ વિરૂધ્ધ મતદાન કરશું. 7 તારીખ પછી પણ અમારું આંદોલન ચાલુ રહેશે.સરકાર અમને ભીંસમાં લેવાનો પ્રયત્ન ના કરે.આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ અસ્મિતાની લડાઈ છે.

આ પણ વાંચો----- ભાજપનો અંતિમ દાવ! ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર, રૂપાલા અંગે કહી મોટી વાત

આ પણ વાંચો------ VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

Tags :
BJPGujaratGujarat BJPGujarat FirstKSHATRIYA SAMAJKshatriya Samaj Coordination CommitteeLok Sabha ElectionsLok Sabha elections 2024parsottam rupalaRAJKOTVote
Next Article