Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપનો અંતિમ દાવ! ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર, રૂપાલા અંગે કહી મોટી વાત

ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસને યાદ રાખી માફ કરવા અપીલ કલમ 370 થી માંડીને રામ મંદિર સુધી ભાજપે ભારતીય પરંપરાને આગળ વધારી રૂપાલા માફી માંગી ચુક્યા છે, વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરવા મતદાનની અપીલ અમદાવાદ : ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે એક...
ભાજપનો અંતિમ દાવ  ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર  રૂપાલા અંગે કહી મોટી વાત
Advertisement
  • ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસને યાદ રાખી માફ કરવા અપીલ
  • કલમ 370 થી માંડીને રામ મંદિર સુધી ભાજપે ભારતીય પરંપરાને આગળ વધારી
  • રૂપાલા માફી માંગી ચુક્યા છે, વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરવા મતદાનની અપીલ

અમદાવાદ : ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે એક નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ અનેક પ્રયાસો છતા પણ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. રૂપાલાના નામથી ચાલુ થયેલો ક્ષત્રિય સમાજનો વિરોધ હવે આખા પક્ષની વિરુદ્ધ થઇ ચુક્યો છે. ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે ભાજપે તે માંગ નહીં સ્વિકારતા હવે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. જેને ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ આ વિવાદ કોઇ પ્રકારે ઉકલતો નથી. 4 વખત રૂપાલા પોતે માફી માંગી ચુક્યા છે પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન હવે કોઇ વ્યક્તિની આસપાસ નહીં પરંતુ સમાજનું આંદોલન બની ચુક્યું છે.

ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપનો અંતિમ પ્રયાસ

જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનના 2 દિવસ પહેલા એટલે કે 5 મે, 2024 ના દિવસે અધિકારીક રીતે પોતાના લેટરહેડ પર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપે જણાવ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે. ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને અપીલ કરી છે.

Advertisement

વડાપ્રધાન મોદીને જોઇને મતદાન કરવા અપીલ

છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વર્ષની સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 અને ક્ષત્રિયો જેમના વંશજો માનવામાં આવે છે તેવા રામ મંદિરમાં ભાજપની સક્રિય ભૂમિકા રહી છે. ભારત વિશ્વ ગુરુ બનવા તરફ અગ્રેસર છે. તેવામાં ક્ષત્રિય સમાજ આ યજ્ઞમાં પોતાની મત્ત રૂપી આહુતી અર્પિત કરે અને ભાજપને સમર્થન આપે તેવી ક્ષત્રિય સમાજને અપીલ છે.

Advertisement

તમામ ક્ષત્રિયો જેના વંશજ છે તેવા રામ મંદિરમાં ભાજપની અગ્રણી ભુમિકા

તમામ ક્ષત્રિય આગેવાનોને જણાવવાનું કે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આધાર ક્ષત્રિય સમાજને લાગ્યો છે. ભાજપના ક્ષત્રિય કાર્યકર્તાઓને નેતાઓને પણ લાગ્યો છે. જેના કારણે રૂપાલાએ એકથી વધારે વખત માફી પણ માંગે છે. છેલ્લે તો તેમણે તેમ પણ કહ્યું કે, મારા પર રોષ છે તેની સજા તમે નરેન્દ્ર મોદીને ન આપશો. ભૂલ મારી છે. મને માફ કરો અને સજા નરેન્દ્ર મોદીને ન આપશો કે પક્ષ ભાજપને ન આપશો. રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્ર હિતમાં ક્ષત્રિય સમાજે પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના સુત્રને સાર્થક કરીને માફી આપવી જોઇએ. પોતાના ગૌરવવંતા ઇતિહાસ અને પરંપરા સાથે બલિદાનની ભાવનાની પ્રતીતિ કરાવીને રૂપાલાને માફ કરી દેવા જોઇએ. ભાજપને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવવી જોઇએ.

Tags :
Advertisement

.

×