Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Randeep Surjewala પર EC ની મોટી કાર્યવાહી, નહીં કરી શકે આ કામ...

યુપી (UP)ની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)ને મોંઘી પડી છે. ચૂંટણી પંચે આના પર કડક કાર્યવાહી કરી છે અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)ને 48 કલાક માટે...
randeep surjewala પર ec ની મોટી કાર્યવાહી  નહીં કરી શકે આ કામ
Advertisement

યુપી (UP)ની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)ને મોંઘી પડી છે. ચૂંટણી પંચે આના પર કડક કાર્યવાહી કરી છે અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)ને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં જ્યારે રણદીપ સુરજેવાલા (Randeep Surjewala) હરિયાણા (Haryana)ના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે BJP નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, બાદમાં સુરજેવાલાએ પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો અને કહ્યું કે તેમનો ઈરાદો હેમા માલિનીને અપમાન કરવાનો નહોતો. સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ મામલે 9 એપ્રિલે સુરજેવાલાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. સુરજેવાલાને જવાબ આપવા માટે 11 એપ્રિલ સુધીનો સમય હતો. આ નોટિસ પર સુરજેવાલાએ કહ્યું હતું કે આ વીડિયો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મારો ઈરાદો કોઈ અભિનેત્રીનું અપમાન કરવાનો નહોતો.

Advertisement

Advertisement

સુરજેવાલાના નિવેદન પર હેમા માલિનીએ શું કહ્યું?

સુરજેવાલાના નિવેદન પર હેમા માલિનીએ કહ્યું હતું કે, જનતા મારી સાથે છે. તે (સુરજેવાલા) જે પણ ટિપ્પણી કરે છે, તેને કરવા દો. જ્યારે તેઓ ટિપ્પણી કરે છે ત્યારે શું થાય છે? મને કોઈ વાંધો નથી. હું માત્ર મારું કામ કરી રહી છું.

આ પણ વાંચો : Salman Khan House Firing : Uddhav Thackeray એ કહ્યું- ગોળીબાર કરીને લોકો શા માટે ગુજરાત ભાગી જાય છે?

આ પણ વાંચો : PM Modi In Bengal : ‘ઘૂસણખોરોને સમર્થન આપો અને CAA નો વિરોધ કરો’, PM મોદીનો TMC પર હુમલો…

આ પણ વાંચો : Seema Haider : સીમા હૈદર અને સચિન મીણાની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો મોટો ઝટકો…

Tags :
Advertisement

.

×