Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSP : PM MODI સાથે લંચ કરનારા સાંસદ BJP માં જોડાયા

BSP : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ને મોટો ઝટકો લાગ્યો છે. આંબેડકર નગરના બસપા (BSP )ના સાંસદ રિતેશ પાંડેએ ઉપેક્ષાનો આરોપ લગાવી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાઇ પણ ગયા છે. સાંસદ રિતેશ પાંડેના...
bsp   pm modi સાથે લંચ કરનારા સાંસદ bjp માં જોડાયા
Advertisement

BSP : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ને મોટો ઝટકો લાગ્યો છે. આંબેડકર નગરના બસપા (BSP )ના સાંસદ રિતેશ પાંડેએ ઉપેક્ષાનો આરોપ લગાવી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાઇ પણ ગયા છે. સાંસદ રિતેશ પાંડેના પિતા રાકેશ પાંડે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. રિતેશ પાંડે એ નવ સાંસદોમાં સામેલ હતા જેમણે સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંચ લીધું હતું.

ભાજપ તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવી શકે

એવી પણ ચર્ચા છે કે ભાજપ તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવી શકે છે. બસપા સુપ્રીમો માયાવતીને મોકલવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં સાંસદ રિતેશ પાંડેએ લખ્યું છે કે લાંબા સમયથી તેમને પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવી રહ્યા નથી અને ન તો તેમની સાથે નેતૃત્વ સ્તરે કોઈ ચર્ચા થઈ રહી છે. તેમણે લખ્યું કે મેં તમારો (માયાવતી) અને ટોચના અધિકારીઓનો સંપર્ક કરવા અને તેમને મળવાના અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.

Advertisement

રીતેશ  પાંડે ભાજપમાં જોડાયા

Advertisement

મારી સેવા અને હાજરીની પક્ષને હવે જરૂર નથી

સાંસદ રિતેશ પાંડેએ તેમના રાજીનામા પત્રમાં વધુમાં લખ્યું છે કે આ સમયગાળા દરમિયાન હું મારા વિસ્તાર અને અન્ય જગ્યાએ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને મળતો રહ્યો અને વિસ્તારના કામમાં વ્યસ્ત રહ્યો. આવી સ્થિતિમાં, હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે મારી સેવા અને હાજરીની પક્ષને હવે જરૂર નથી અને તેથી મારી પાસે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પાર્ટી સાથે સંબંધો તોડવાનો આ નિર્ણય ભાવનાત્મક રીતે મુશ્કેલ નિર્ણય છે.

મને દરેક પગલે તમારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું

પોતાના રાજીનામા પત્રની શરૂઆતમાં સાંસદ રિતેશ પાંડેએ BSP સુપ્રીમો માયાવતી, પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું, 'જ્યારથી હું BSP દ્વારા જાહેર જીવનમાં પ્રવેશ્યો છું, મને તમારું માર્ગદર્શન મળ્યું છે, પાર્ટીના અધિકારીઓ અને પક્ષના તળિયાના કાર્યકરોએ મને દરેક પગલે મારી આંગળી પકડીને રાજકારણ અને સમાજના ગલિયારામાં ચાલવાનું શીખવ્યું છે.'

આ પણ વાંચો----PM MODI: જગત મંદિર દ્વારકામાં નમો…નમો; ધજા ચડાવી પાદુકા પૂજન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×