Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Complain : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરી ફરિયાદ

Complain : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીશ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ (Complain) કરી છે. ડો. મનીશ દોશીએ કરેલી ફરિયાદ (Complain)માં જણાવાયું છે કે વિધાનસભા અધ્યક્ષે સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો તે...
complain   ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરી ફરિયાદ
Advertisement

Complain : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીશ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ (Complain) કરી છે. ડો. મનીશ દોશીએ કરેલી ફરિયાદ (Complain)માં જણાવાયું છે કે વિધાનસભા અધ્યક્ષે સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો તે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક કરી હતી અને વીડિયો પુરાવા સાથે તેમણે ચૂંટણી પંચને ફરીયાદ કરી છે.

Advertisement

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આચારસંહિતા ભંગ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આચારસંહિતા ભંગ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ ઇલેક્શન કમિશનરને પત્ર લખ્યો છે જેમાં સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ-1,પ્રકરણ-9 નો ભંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી

ડો.મનીશ દોશીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં જણવાયું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલો છે. તેજ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલો છે. જે ગંભીર બાબત છે.

આ પણ વાંચો----- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું

આ પણ વાંચો---- RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ…!

આ પણ વાંચો---- Surat C R patil: ધારાસભ્ય, સાંસદ કામ નહીં કરે તો મને કહેજો

આ પણ વાંચો---- Lok Sabha Election : ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી નામાંકન પ્રક્રિયા શરૂ, જાણો સમગ્ર અહેવાલ

Tags :
Advertisement

.

×