Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : મુમતાઝ પટેલ આ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

Congress : લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને રાજકીય પક્ષો દરેક સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ (Congress )ના દિગ્ગજ નેતા રહેલા સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભાજપના આ દિગ્ગજ નેતા સામે લડે તેવા સમાચાર આવી...
congress   મુમતાઝ પટેલ આ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા
Advertisement

Congress : લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને રાજકીય પક્ષો દરેક સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ (Congress )ના દિગ્ગજ નેતા રહેલા સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભાજપના આ દિગ્ગજ નેતા સામે લડે તેવા સમાચાર આવી રહ્યા છે.

મુમતાઝ પટેલ અને  ફૈઝલ પટેલ નારાજ હતા

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં આપના ઉમેદવાર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. જો કે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ નારાજ થયા હતા.

Advertisement

કોંગ્રેસ મુમતાઝ પટેલને નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતારી શકે

જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ મુમતાઝ પટેલને નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. ભાજપના દિગ્ગજ નેતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સામે મુમતાઝ પટેલને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતા સ્થાનિક સ્તરે ચર્ચાઇ રહી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પણ આ વાતને આપ્યું સમર્થન આપ્યું છે.

Advertisement

આ બેઠક ભાજપનો ગઢ

મુમતાઝ પટેલ જો નવસારી બેઠક પર ચૂંટણી લડે તો આ જંગ ભારે રસપ્રદ બની શકે છે. સી.આર.પાટીલ આ બેઠક પર જંગી લીડથી જીતતા આવ્યા છે અને આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે ત્યારે કોંગ્રેસ જો મુમતાઝ પટેલને ટિકીટ આપશે તો જંગ રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો--- Vadodara Politics : ઇનામદારના રાજીનામા અંગે સી.આર.પાટીલનું મોટુ નિવેદન

આ પણ વાંચો---- GANDHINAGAR : નખશીખ કોંગ્રેસી જે. બી. પટેલ ભાજપમાં જોડાશે, ઓપરેશન લોટસને મળી મોટી સફળતા

આ પણ વાંચો---- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

આ પણ વાંચો---- Tharad : પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો દેખાયો રમૂજી અંદાજ, જાહેરસભામાં કહ્યું- અમે તો સાત હજાર હતા તોય…!

Tags :
Advertisement

.

×