Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pawan Singh: આખરે શા માટે પવન સિંહે ચૂંટણી લડવાની ના પાડી? જાણો સંપૂર્ણ વિગત

Pawan Singh: ભારતીય જનતા દ્વારા 02 માર્ચે આગમી લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદાવારોની પ્રથમ યાદી જાહેર કરી હતીં. આ યાદીના વાત કરવામાં આવે તો ઘણા ભોજપુરી અભિનેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાજપે લોકપ્રિય ભોજપુરી સિંગર અને અભિનેતા પવન...
pawan singh  આખરે શા માટે પવન સિંહે ચૂંટણી લડવાની ના પાડી  જાણો સંપૂર્ણ વિગત
Advertisement

Pawan Singh: ભારતીય જનતા દ્વારા 02 માર્ચે આગમી લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદાવારોની પ્રથમ યાદી જાહેર કરી હતીં. આ યાદીના વાત કરવામાં આવે તો ઘણા ભોજપુરી અભિનેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાજપે લોકપ્રિય ભોજપુરી સિંગર અને અભિનેતા પવન સિંહને પણ ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

પવન સિંહે કહું ચૂંટણી લડવાનો નથી

ઉલ્લેખનીય છે કે, ટિકિટ મળતા પવન સિંહ ખુબ જ ખુશ દેખાયા હતા અને તેને એક વીડિયો પણ વાયરલ થયો હતો. શનિવારે ભાજપ દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે આસનસોલ લોકસભા બેઠક પરથી જ્યારે પવન સિંહનું નામ જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ ખુબ જ ખુશ જોવા મળ્યા હતાં.

Advertisement

Advertisement

પવન સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહી.’

સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી જાણકારી આપી

ભોજપુરી સિનેમા ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પવન સિંહે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પાવર સ્ટાર તરીકે જાણીતા પવન સિંહે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી છે તેમણે ચૂંટણી ન લડવા પાછળ કેટલાક અંગત કારણો દર્શાવ્યા છે. જો કે અચાનક પવન સિંહે આસનસોલથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. પવન સિંહના ચાહકો સહિત ઘણા લોકો જાણવા માંગે છે કે પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો શા માટે ઇનકાર કર્યો છે.

પવન સિંહે શા માટે ચૂંટણી લડવાના ના પાડી તે એક સવાલ

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, પવન સિંહ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને પોતે ચૂંટણી નહીં નડે તેવી જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ તે જ બેઠક છે જ્યાથી ટીએમસી નેતા શત્રુજ્ઞ સિંહા સાંસદ અને આ વખતે પણ તેઓ આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનાં છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : લતાની કારકિર્દી સરપંચ તરીકે શરૂ થઈ, દર્શનસિંહ 11 વખત જેલમાં ગયા…

Tags :
Advertisement

.

×