Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress ને વધુ એક ઝટકો, આ દિગ્ગજ નેતાએ કહ્યું..રામ..રામ..!

Congress : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટી ઉથલ પાથલ થઇ રહી છે. મોટા ગજાના કોંગ્રેસ (Congress)ના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો છે. પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે રાજીનામું...
congress ને વધુ એક ઝટકો  આ દિગ્ગજ નેતાએ કહ્યું  રામ  રામ
Advertisement

Congress : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટી ઉથલ પાથલ થઇ રહી છે. મોટા ગજાના કોંગ્રેસ (Congress)ના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો છે. પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે રાજીનામું આપ્યું છે.

અંગત કારણોસર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાનું કારણ

પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડાભાઇ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણોસર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાનું કારણ દર્શાવ્યું છે. સોમાભાઈ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલને રાજીનામું આપ્યું છે. સોમાભાઈ પટેલે રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.

Advertisement

Advertisement

ચૂંટણી લડવાનો ઇન્કાર

જો કે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં સોમાભાઇએ કહ્યું કે હું ચૂંટણી લડવાનો નથી.

1989માં પહેલીવાર ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા

સોમાભાઇ પટેલનો રાજકીય ઇતિહાસ જોઇએ તો તેઓ 1989માં પહેલીવાર ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991માં પણ ફરી ચૂંટણી આવતા તેઓ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા હતા. 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા હતા અને તેઓ જીત્યા હતા.

2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ આપી ન હતી

જો કે 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ આપી ન હતી અને 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી તેઓ જીતી ગયા હતા. 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા હતા. તેઓ સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા હતા. 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા હતા. સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું હતું. ત્યારબાદ લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ તેમના દીકરાને ટિકિટ અપાવી પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો હતો.

મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડથી સોમા ગાંડા હાર્યા હતા

ત્યારબાદ 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા હતા પણ 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ હતી. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા હતા અને કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા હતા. 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી એટલે 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા હતા. મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડથી સોમા ગાંડા હાર્યા હતા.

આ પણ વાંચો------ Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!

આ પણ વાંચો---- Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!

આ પણ વાંચો---- BJP : કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.

×