Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court : પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવાઇ

Gujarat High Court : રેલી-સભામાં કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકવાના જાહેરનામાને પડકારતી અરજીને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court ) ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે રેલી અને સભામાં કાળા વાવટા પર પ્રતિબંધ મૂકવા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર...
gujarat high court   પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવાઇ
Advertisement

Gujarat High Court : રેલી-સભામાં કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકવાના જાહેરનામાને પડકારતી અરજીને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court ) ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે રેલી અને સભામાં કાળા વાવટા પર પ્રતિબંધ મૂકવા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું.

કાળાવાવટા ફરકાવવા પ્રતિબંધ

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઇને ગત 17 એપ્રિલે અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામામાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન હાલની શાંતી અને સલામતી જળવાઇ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને થનાર પ્રચાર-પ્રસાર અન્વયેની રેલી/સભા/સરઘસમાં કોઇના કોઇ કારણો આગળ ધરી કેટલાક ઈસમો કે જુથ દ્વારા વિરોધ કરવાની તથા કાળાવાવટા ફરકાવી, સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/ બેનરો દર્શાવી કે આક્રમક કે ઉશ્કેરણી જનક ભાષણ/ સુત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતી સલામતી જોખમાવવાની પુરેપુરી સંભાવના જણાતી હોય તથા જાહેર સુલેહ શાંતી ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પુરીપુરી સંભાવના રહેલી હોય જે બાબતો લક્ષમાં લેતા સામાન્ય નાગરિકોની સલામતિ અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારૂ નિયમન રાખવાની જરૂર જણાય છે. તેથી હવે આ લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના પ્રચાર પ્રસારની રેલી/સભા/સરઘસ દરમ્યાન કોઇએ કાળાવાવટા ફરકાવવા નહિ, કે ઉશ્કેરણીજનક બેનર વગેરે બતાવવુ નહિ અથવા કોઇ વિરૂધ્ધમાં ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર ના કરવા જણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

જાહેરનામાંનો અમલ 17 એપ્રિલથી લઈ અને 7મી મે સુધી

જાહેરનામામાં વધુમાં જણાવાયું હતું કે આ જાહેરનામાંનો અમલ 17 એપ્રિલથી લઈ અને 7મી મે સુધી મતદાર પૂરું થવા સુધી યથાવત રહેશે. જો તેનો અમલ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે જાહેરનામાને પડકારતી અરજી ફગાવી

પોલીસ કમિશનરના આ જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જો કે ગુજરાત હાઇકોર્ટે જાહેરનામાને પડકારતી આ અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો----- Rajkot : વાઇરલ પત્રિકા કાંડમાં આ કદાવર નેતાના ભાઇની સંડોવણી ?

આ પણ વાંચો---- Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

આ પણ વાંચો---- લો… બોલો, હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે જ કોંગ્રેસને મત નહીં આપી શકે

Tags :
Advertisement

.

×