Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Eelection 2024 : BJP એ પ્રથમ યાદીમાં જબરદસ્ત સોશિયલ એલિમેન્ટનું રાખ્યું ધ્યાન, જાણો કેવી રીતે...

ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે લોકસભા ચૂંટણી (Lok Sabha Eelection 2024)માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં સોશિયલ એલિમેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. OBC જૂથના ઉમેદવારોને સૌથી વધુ 57 ટિકિટ આપવામાં આવી છે. SC અને ST...
lok sabha eelection 2024   bjp એ પ્રથમ યાદીમાં જબરદસ્ત સોશિયલ એલિમેન્ટનું રાખ્યું ધ્યાન  જાણો કેવી રીતે
Advertisement

ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે લોકસભા ચૂંટણી (Lok Sabha Eelection 2024)માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં સોશિયલ એલિમેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. OBC જૂથના ઉમેદવારોને સૌથી વધુ 57 ટિકિટ આપવામાં આવી છે. SC અને ST ઉપરાંત યુવાનો અને મહિલાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યાદીમાં 28 મહિલાઓ, 50 વર્ષથી ઓછી ઉંમરના 47 યુવાનો સાથે અનુસૂચિત જાતિના 27, અનુસૂચિત જનજાતિના 18 અને OBC સમુદાયના 57 લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

195 ઉમેદવારોમાંથી 51 ઉત્તર પ્રદેશના, 24 મધ્યપ્રદેશના, ગુજરાત અને રાજસ્થાનના 15-15, પશ્ચિમ બંગાળના 20, કેરળના 12, આસામ, ઝારખંડ અને છત્તીસગઢના 11-11, તેલંગાણાના 9, દિલ્હીના 5 ઉમેદવારો છે. જમ્મુમાંથી, કાશ્મીરની બે, ઉત્તરાખંડની ત્રણ અને અરુણાચલ પ્રદેશની બે ઉપરાંત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

PM મોદી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી...

PM નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી (Lok Sabha Eelection 2024) લડશે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી કિરેન રિજિજુ, આંદામાન અને નિકોબારથી બિષ્ણુ પદ રે, પોરબંદરથી મનસુખ માંડવિયા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક પરથી, દિબ્રુગઢથી સર્વાનંદ સોનોવાલ, ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા, લખનૌથી રાજનાથ સિંહ, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ, ગોરખપુરથી રવિ કિશન, ઉન્નાવથી સાક્ષી મહારાજ, આસનસોલથી પવન સિંહ, તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરને નામાંકિત કરવામાં આવ્યા છે.

ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીને મળી ટિકિટ...

ચાંદનીચોકથી પ્રવિણ ખંડેલવાળાને મળી ટિકિટ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામબીર બિધુરી ભાજપના ઉમેદવાર જાહરે કરવામાં આવ્યા છે. એ જ રીતે આંદામાનથી વિષ્ણુ, અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ, અરુણાચલ પૂર્વથી તાપીર ગાઓ, સિલચરથી પરિમલ શુક્લા, ગુવાહાટીથી બિજલી કલિતા અને ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી, મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×