Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BREAKING : આ તારીખોમાં થઇ શકે લોકસભા ચૂંટણીનું એલાન

ELECTION BREAKING  : લોકસભાની ચૂંટણી ( Lok Sabha Elections 2024) ની દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. દેશમાં હવે ધીમે ધીમે ચૂંટણીનો રંગ જામવા લાગ્યો છે ત્યારે સહુને એ વાતનો ઇંતજાર છે કે ક્યારે ચૂંટણી યોજાશે. જો કે...
breaking    આ તારીખોમાં થઇ શકે લોકસભા ચૂંટણીનું એલાન
Advertisement

ELECTION BREAKING  : લોકસભાની ચૂંટણી ( Lok Sabha Elections 2024) ની દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. દેશમાં હવે ધીમે ધીમે ચૂંટણીનો રંગ જામવા લાગ્યો છે ત્યારે સહુને એ વાતનો ઇંતજાર છે કે ક્યારે ચૂંટણી યોજાશે. જો કે મીડિયા અહેવાલો અનુસાર આગામી સપ્તાહે ચૂંટણી પંચ સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Elections 2024) અને કેટલાક રાજ્યોની વિધાનસભા અને ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી જાહેર કરી શકે છે. ચૂંટણી પંચ આગામી સોમવારથી બુધવાર સુધી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યું છે. આ સમય દરમિયાન જોવામાં આવશે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્યારે ચૂંટણી થઈ શકે છે અહેવાલ મુજબ પંચ જમ્મુ-કાશ્મીરની મુલાકાત બાદ તરત જ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

સામાન્ય ચૂંટણીની જાહેરાત ગુરુવાર અથવા શુક્રવારે થઈ શકે

સૂત્રોએ જણાવ્યું કે સામાન્ય ચૂંટણીની જાહેરાત ગુરુવાર અથવા શુક્રવારે થઈ શકે છે. ગયા ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. માનવામાં આવે છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

Advertisement

દેશભરમાં સુરક્ષા જવાનોની તૈનાતી અંગે પણ વિશેષ પ્લાન

સામાન્ય ચૂંટણી પહેલા દેશભરમાં સુરક્ષા જવાનોની તૈનાતી અને પ્લાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે ECએ શુક્રવારે ગૃહ મંત્રાલય અને રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચના ટોચના અધિકારીઓએ ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની સંભાવના પર ચર્ચા કરી હતી. આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

Advertisement

આદર્શ આચારસંહિતા પહેલા મોટા રાજકીય વચનો

ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે તેવું જાણવા મળે છે. આ પહેલા રાજકીય પક્ષો મોટા-મોટા વચનો આપી રહ્યા છે અને અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે તે ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે.

જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી બાદ યોજાઇ શકે ચૂંટણી

જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે ત્યાં સુધી લોકસભાની ચૂંટણી પછી વિધાનસભાની ચૂંટણી કરાવવાની માંગ છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના વડા ગુલામ નબી આઝાદે શનિવારે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો વધુ રાહ જોઈ શકે નહીં. અમે આશા રાખીએ છીએ કે સંસદીય ચૂંટણી પછી તરત જ ચૂંટણી યોજવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થવો જોઈએ.

આ પણ વાંચો---- આંધ્રપ્રદેશમાં BJP, TDP અને પવન કલ્યાણનું જોડાણ

આ પણ વાંચો--- ELECTION : શું 19 એપ્રિલે મતદાન અને 22 મેના રોજ મતગણતરી..? સાચું શું છે ?

આ પણ વાંચો--- Odisha : શું ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે?

Tags :
Advertisement

.

×