Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP : અમરેલી અને ભાવનગર બેઠક જીતવા માટે ખાસ પ્લાન તૈયાર

BJP : અમરેલી બેઠક અને ભાવનગર બેઠક જીતવા માટે ભાજપે (BJP) ખાસ રણનીતિ તૈયાર કરી છે. સુરતમાં સોમવારે રાત્રે એક ગુપ્ત બેઠક મળી હતી અને તેમાં એવો એક નિર્ણય લેવાયો છે જેની અસર સૌરાષ્ટ્રની બેઠકો પર પડી શકે છે. સુત્રો...
bjp   અમરેલી અને ભાવનગર બેઠક જીતવા માટે ખાસ પ્લાન તૈયાર
Advertisement

BJP : અમરેલી બેઠક અને ભાવનગર બેઠક જીતવા માટે ભાજપે (BJP) ખાસ રણનીતિ તૈયાર કરી છે. સુરતમાં સોમવારે રાત્રે એક ગુપ્ત બેઠક મળી હતી અને તેમાં એવો એક નિર્ણય લેવાયો છે જેની અસર સૌરાષ્ટ્રની બેઠકો પર પડી શકે છે. સુત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે.

ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થયા બાદ હવે સુરતના ભાજપના કાર્યકરો સૌરાષ્ટ્ર તરફ પ્રચાર કરવા માટે રવાના થઇ ગયા છે. આ માટે ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી છે જેમાં હવે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કાર્યકરો પણ ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવો દાવો સુત્રો દ્વારા કરાઇ રહ્યો છે.

Advertisement

Advertisement

અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયા દ્વારા સોમવારે રાત્રે એક ગુપ્ત બેઠક બોલાવામાં આવી

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ચુકેલા અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયા દ્વારા સોમવારે રાત્રે એક ગુપ્ત બેઠક બોલાવામાં આવી હતી. આ બેઠકમાં PAAS ના આંદોલનકારીઓ કાર્યકરો હાજર હતા. સરથાણા વિસ્તારમાં આવેલા જય ગુરૂદેવ ફાર્મમાં આ ગુપ્ત બેઠક મળી હતી જેમાં અંદાજિત 200 જેટલા પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓ હાજર રહ્યા હતા.

તમામ આંદોલનકારીઓ હવે ભાજપમાં જોડાવાની તૈયારીમાં

સુત્રો દાવો કરી રહ્યા છે કે પાસના આ તમામ આંદોલનકારીઓ હવે ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે. અંદાજે 150 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ પહેરશે. જો કે જાણવા મળ્યા મુજબ અન્ય 50 આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે પણ તેઓ ભાજપનો ખેસ નહીં પહેરે.

અમરેલી લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક જીતવા માટે આ ખાસ પ્લાન

ભાજપ દ્વારા અમરેલી લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક જીતવા માટે આ ખાસ પ્લાન તૈયાર કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે તો પાટદાર વોટબેંક વધુ મતબૂત થશે તેવો દાવો કરાયો છે.

આ પણ વાંચો----- Kshatriya Andolan : સંકલન સમિતિની બેઠક પૂર્ણ, જાણો 28 તારીખે ક્ષત્રિય સમાજ શું કરશે ?

આ પણ વાંચો---- Saurashtra : સુરતમાં ભાજપની બિનહરીફ જીત થતા હવે નવી રણનીતિ તૈયાર

આ પણ વાંચો---- Parshottam Rupala : ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ સરાજાહેર કરી આ ખાસ અપીલ

Tags :
Advertisement

.

×