Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi બિહાર, બંગાળ અને મધ્ય પ્રદેશમાં કરશે હુંકાર, MP માં પ્રચારની શરૂઆત કરશે...

PM નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં પ્રચાર કરશે. આ રાજ્યો બિહાર, બંગાળ અને મધ્યપ્રદેશ છે. આજે સૌથી પહેલા PM મોદી બિહારના નવાદા પહોંચશે જ્યાં તેઓ બપોરે 12 વાગે રેલીને સંબોધિત કરવાના છે. બિહાર બાદ PM મોદી બંગાળ પહોંચશે જ્યાં તેઓ...
pm modi બિહાર  બંગાળ અને મધ્ય પ્રદેશમાં કરશે હુંકાર  mp માં પ્રચારની શરૂઆત કરશે
Advertisement

PM નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં પ્રચાર કરશે. આ રાજ્યો બિહાર, બંગાળ અને મધ્યપ્રદેશ છે. આજે સૌથી પહેલા PM મોદી બિહારના નવાદા પહોંચશે જ્યાં તેઓ બપોરે 12 વાગે રેલીને સંબોધિત કરવાના છે. બિહાર બાદ PM મોદી બંગાળ પહોંચશે જ્યાં તેઓ બપોરે 3 વાગ્યે જલપાઈગુડીમાં જનસભાને સંબોધિત કરવાના છે. સાંજે PM મોદી જબલપુર પહોંચશે જ્યાં તેઓ રોડ શો કરશે.

નવાદામાં વિવેક ઠાકુર માટે વોટ માંગશે...

સૌથી પહેલા વાત કરીએ નવાદાની, જ્યાં PM મોદી ભાજપના ઉમેદવાર વિવેક ઠાકુર માટે વોટ માંગશે. નવાદામાં જાહેર સભામાં ભાજપના નેતાઓની સાથે એનડીએના સાથી પક્ષના સભ્યો પણ ભાગ લેશે. છેલ્લા એક સપ્તાહમાં બિહારમાં PM મોદીની આ બીજી ચૂંટણી રેલી છે. અગાઉ 4 એપ્રિલે તેમણે જમુઈથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. નવાદામાં અગાઉ 2014 ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગિરિરાજ સિંહની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

Advertisement

સૌજન્ય : Google

Advertisement

જલપાઈગુડીમાં ફરી મમતાને નિશાન સાધશે?

PM મોદી આજે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જનસભાને પણ સંબોધિત કરવાના છે. એવું માનવામાં આવે છે કે બંગાળમાં તાજેતરના ઘટનાક્રમને લઈને તેઓ મમતા બેનર્જીની સરકારને નિશાન બનાવી શકે છે. આ પહેલા ગુરુવારે PM મોદીએ પશ્ચિમ બંગાળના કૂચ વિહારમાં એક રેલીને સંબોધિત કરી હતી અને મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

જબલપુરમાં એક કિમી લાંબો રોડ શો...

બંગાળમાં જલપાઈગુડી બાદ PM સાંજે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે. તેઓ અહીં સાંજે 6 વાગ્યે રોડ શો કરશે. લગભગ એક કિલોમીટર લાંબો આ રોડ શો શહીદ ભગત સિંહ ચારરસ્તાથી શરૂ થશે અને જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આદિ શંકરાચાર્ય ચોક પર સમાપ્ત થશે. 16 માર્ચે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ PM નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી મોટો ઝટકો, બે નેતાઓ ભાજપમાં સામેલ

આ પણ વાંચો :  Indore  માં મળી રહી છે મોદીની ગેરંટીવાળી 5 ફ્લેવરની સ્પેશયલ ચા

આ પણ વાંચો : Rajasthan Congress: કોંગી નેતાઓએ રાજસ્થાનમાં ભાજપ પર કર્યા ધારદાર શાબ્દિક પ્રહાર

Tags :
Advertisement

.

×