Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

Narendra Modi : લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે સાંજે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કરીને ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. જામનગરમાં સભાને...
narendra modi   ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી
Advertisement

Narendra Modi : લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે સાંજે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કરીને ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. જામનગરમાં સભાને સંબોધન કરતાં પહેલા તેઓ જામસાહેબને મળ્યા હતા. જામ સાહેબે તેમને માથે પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું.

Advertisement

મારા માટે તો જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે

જામનગરમાં જાહેરસભાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમને થતું હશે કે નરેન્દ્રભાઇ પાઘડી પહેરી કેમ આવ્યા. હું જામસાહેબના દર્શન કરવા ગયો હતો. મારુ સૌભાગ્ય છે.. જામસાહેબનો મારા પર અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે તો પછી કાંઇ બાકી જ ના રહે. મારા માટે તો જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે. આમ તો ગુજરાતમાં વોટ માંગવા આવવાની જરુર ના હોય પણ મે કહ્યું પ્રચાર અને પ્રેમમાં ફરક હોય. હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. જામનગર આવ્યો એટલે અનેક જૂની વાત તાજી થાય.

Advertisement

દુનિયામાં કોઈ પાસે હાથ નહિ ફેલાવવો પડે

જામ સાહેબે આશીર્વાદ આપ્યા, જામ સાહેબે કહ્યું વિજય ભવ. દેશ ગુજરાતના વિકાસમાં સરદાર વલ્લભ ભાઈનું યોગદાન પણ સવિશેષ છે. હું આવ્યો ત્યારે 11 નંબર પર દેશની અર્થ વ્યવસ્થા હતી. એક ચા વાળો આવ્યો..જેના લોહીમાં ગુજરાતી લોહી...આજે પાંચમા નંબરે આવી ગયા. મોદી તમારા આશીર્વાદ માંગે છે. મારે સંકલ્પ પૂરો કરવો છે. ભારતને ત્રીજા નંબરે લઈ આવવાનો સંકલ્પ છે. ભારત આત્મનિર્ભર થશે. દુનિયામાં કોઈ પાસે હાથ નહિ ફેલાવવો પડે મને આશીર્વાદ આપો..

ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

વડાપ્રધાને જુની વાતો વાગોળતા કહ્યું કે ભૂચર મોરી આવે એનું મુખ્ય મંત્રી પદ જતું રહે.. મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ માટે આવ્યા પણ ત્યાં માન્યતા છે કે આટલા પાળીયા પૂજાતા હોય તો ત્યાં તમારું મુખ્યમંત્રીપદ જતું રહે. પણ મે કહ્યું મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી અને હું આવ્યો હતો.

ઇન્ડિ.એલાયન્સ વોટ જેહાદની અપીલ કરે છે

વડાપ્રધાને કહ્યું કે નિયત સાફ તો પરિણામ અવ્વલ.. કોંગ્રેસના મેનિફેસ્ટો પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે આ મુસ્લિમ તરફી મેનિફેસ્ટો છે. તેમણે આરોપ લગાવ્યો કે ઇન્ડિ.એલાયન્સ વોટ જેહાદની અપીલ કરે છે..મુંબઇ એટેકમાં કસાબને બચાવવા કોંગ્રેસ આગળ આવી, તેના નેતા આગળ આવ્યા. કોંગ્રેસ અફઝલ ગુરુને બચાવવા કોર્ટમાં ગઈ હતી. કર્ણાટકમાં જેટલા મુસ્લિમ છે તેને તમામને ઓબીસીમાં લઇ આવી. કોંગ્રેસે ઓબીસીનો હિસ્સો લૂંટી લીધો. કોંગ્રેસ ધર્મના નામે રાજનીતિ કરી વોટ બેન્ક ઉભી કરી રહી છે

જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી દેશના ધર્મના નામે ટુકડા નહીં થવા દઉં

તેમણે કહ્યું કે હું આજે જામનગરની ધરતી પરથી દેશને વિશ્વાસ આપું છું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી દેશને ધર્મના નામે ટુકડા નહીં થવા દઉં.હિન્દુ ધર્મની શક્તિનો વિનાશ કરવો એ કોંગ્રેસનું ચરિત્ર છે. દેશમાં 272 સીટ જીતે તે સરકાર બનાવે...હવે ભાજપ સિવાય એકેય પાર્ટી 272 સીટ પર ચૂંટણી નથી લડતી...તો તેને મત કેમ આપવો ??

મતદાનનો રેકોર્ડ તોડજો

વડાપ્રધાને અપીલ કરી કે ગમે તેટલી ગરમી હોય, કામ ગમે તેટલું હોય પણ ગુજરાતે આખા દેશમાં સૌથી વધુ મતદાનને રેકોર્ડ તોડવો પડશે. પહેલા મતદાન પછી જલપાન અને વધુમાં વધુ પોલીંગ બૂથ જીતો..તમારી મદદ વગર નહી જીતાય તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો----- Jamnagar : અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – ઘોડા અને ગધેડા વચ્ચે પણ ભેદ નથી કરી શકતા

આ પણ વાંચો---- Voting : મતદાનના દિવસ માટે ભાજપની રણનીતિ તૈયાર

આ પણ વાંચો---- PM MODI : આણંદમાં PM નો હુંકાર, કહ્યું – દેશમાં પાકિસ્તાનની આતંકનું ટાયર પંચર થઈ ગયું..

Tags :
Advertisement

.

×