Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

Sabarkantha : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતની મહત્વની...
sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ
Advertisement

Sabarkantha : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી સાબરકાંઠા (Sabarkantha ) બેઠક પર આ વખતે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે.

શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીમાંથી બાજી કોણ મારશે

સાબરકાંઠા બેઠક 2009થી ભાજપનો ગઢ ગણાતી આવી છે. પક્ષે અહીં શરુઆતમાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પણ ત્યારબાદ નિર્ણય બદલી શિક્ષીકા એવા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. ભીખાજીના સમર્થકોએ થોડો સમય ઉહાપોહ પણ કર્યો હતો પણ ભીખાજી પોતે શોભનાબેનના પ્રચારમાં લાગી ગયા હતા અને ત્યારબાદ વિવાદ શાંત પડ્યો હતો અને તેથી જ હવે સવાલ પુછાઇ રહ્યો છે કે શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીમાંથી બાજી કોણ મારશે.

Advertisement

સરેરાશ 63.04 ટકા મતદાન નોધાયું

ગઇ કાલે પુર્ણ થયેલી ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર સરેરાશ 63.04 ટકા મતદાન નોધાયું છે અને તેથી કોણ જીતશે તેના પર સહુની મીટ છે. વડાપ્રધાન મોદીએ અહીં ચૂંટણી સભા ગજવી હતી. ઉનાળામાં 42 ડિગ્રી તાપમાનના કારણે પણ મતદાનમાં અસર થઇ હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

ક્ષત્રિય અને ઠાકોર મતદારોનો ઝોક નક્કી કરશે

સાબરકાંઠા બેઠક પર આદિવાસી અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. અહીં સૌથી વધુ ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં 71.23 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું બાયડ મતક્ષેત્રમાં 58.44 ટકા મતદાન થયું છે. હવે ક્ષત્રિય અને ઠાકોર મતદારોનો ઝોક નક્કી કરશે કે કોણ વિજેતા બનશે. જો ભીખાજી ઠાકોરના સમર્થકોનો રોષ EVM સુધી પહોંચ્યો તો ઉલટફેર થઇ શકે છે.

ક્ષત્રિયોના કારણે નુકશાન ના થાય તે માટે વડાપ્રધાનની સભા

બીજી તરફ સાબરકાંઠાના વરિષ્ઠ પત્રકાર રસીકભાઇ પટેલે કહ્યું કે આ બેઠકમાં ભુતકાળમાં કોંગ્રેસનો ગઢ હતી પણ ત્યારબાદ પક્ષનો પ્રભાવ ઓછો થયો. 2009માં ભાજપનો દબદબો પણ હાલ તો કોંગ્રેસનું નામોનિશાન નથી. આ વખતે લોકો વિકાસની પડખે હતા પણ જ્ઞાતિની પડખે ન હતા. તુષાચર ચૌધરીને પિતાના નામનો ઉપયોગ કરવો પડ્યો. શોભનાબેન બારૈયા ના પતિ સાબરકાંઠા અરવલ્લીથી વાકેફ છે. થોડી સમય એવુ બન્યું હતું કે જ્ઞાતિવાદના કારણે ભવિષ્યમાં નુકશાન ના થાય તેટલે ભાજપે નિર્ણય બદલ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા કરી હતી. તેઓ સંઘમાં હતા ત્યારે તેમનો આ વિસ્તારમાં નાતો જૂનો છે. આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિયોના કારણે નુકશાન ના થાય તે માટે વડાપ્રધાનની સભા યોજાઇ હતી.

આ પણ વાંચો----- Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

આ પણ વાંચો----- Anand લોકસભા બેઠક પર બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર

Tags :
Advertisement

.

×