Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uddhav Thackeray PM મોદી પ્રત્યે નરમ દેખાયા! પહેલા કહ્યું- અમે તમારા દુશ્મન નથી, પછી કર્યો કટાક્ષ...

શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન Uddhav Thackeray એ રવિવારે એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ તેમનું વલણ બદલાઈ રહ્યું હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે તેઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુશ્મન ન હતા...
uddhav thackeray pm મોદી પ્રત્યે નરમ દેખાયા  પહેલા કહ્યું  અમે તમારા દુશ્મન નથી  પછી કર્યો કટાક્ષ
Advertisement

શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન Uddhav Thackeray એ રવિવારે એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ તેમનું વલણ બદલાઈ રહ્યું હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે તેઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુશ્મન ન હતા અને આજે પણ નથી. તેમણે કહ્યું કે PM મોદીએ જ સેના સાથે સંબંધો તોડવાનો નિર્ણય લીધો હતો. Uddhav Thackeray એ વડાપ્રધાન મોદીની મહારાષ્ટ્ર મુલાકાત પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે PM એ જોવા મહારાષ્ટ્ર આવે છે કે અહીંથી ગુજરાતમાં શું લઈ જઈ શકાય.

અમે તમારા દુશ્મન નથી : ઉદ્ધવ ઠાકરે

Uddhav Thackeray એ કહ્યું, 'હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ આપણે દુશ્મન નથી. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી. અમે ગત વખતે અમારા ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. તમે વડા પ્રધાન બન્યા કારણ કે વિનાયક રાઉત જેવા અમારા સાંસદો ચૂંટાયા હતા. પણ પછીથી તમે તમારી જાતને અમારાથી દૂર કરી દીધી. આપણો હિન્દુત્વ અને ભગવો ધ્વજ હજુ પણ અકબંધ છે. પરંતુ આજે ભાજપ એ ભગવા ઝંડાને ફાડવાની કોશિશ કરી રહી છે.

Advertisement

Advertisement

2024 ની સામાન્ય ચૂંટણી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી

તેઓ સાવંતવાડીમાં જનસભાને સંબોધી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે Uddhav Thackeray આ દિવસોમાં કોંકણ પ્રવાસ પર છે અને તે લોકસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરી રહ્યા છે જ્યાં તેમની પાર્ટી ચૂંટણી લડવાની સંભાવના છે. શિવસેના (UBT) પ્રમુખે કહ્યું કે અન્ય કોઈપણ ચૂંટણીઓથી વિપરીત, 2024 ની સામાન્ય ચૂંટણી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાં Uddhav Thackeray એ કહ્યું કે, 'દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિવસની એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. મને ડર છે કે જો સત્તામાં રહેલા રાક્ષસો ફરી ચૂંટાઈ આવશે, તો આગામી પ્રજાસત્તાક દિવસ આપણી સામે ક્યારેય નહીં આવે. આ સરમુખત્યારનો દિવસ હશે.

કાર્યકરોને એકજુટ રહેવાની અપીલ

આગામી ચૂંટણીઓ પહેલા તેમના કાર્યકરોને એકજુટ રહેવાની અપીલ કરતા ઠાકરેએ કહ્યું, 'જેમણે અમને પરેશાન કર્યા છે તેમને એટલો કઠોર પાઠ ભણાવવામાં આવશે કે આવનારી પેઢી તેમના નામ પણ યાદ નહીં રાખે.' ઠાકરેએ મોદીની મહારાષ્ટ્રની મુલાકાતો પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે PMની કોંકણની છેલ્લી મુલાકાત પછી સિંધુદુર્ગથી સબમરીન પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો હતો.

મુસ્લિમો અમારી સાથે આવી રહ્યા છે : ઉદ્ધવ ઠાકરે

તેમણે કહ્યું, 'તે (મોદી) વારંવાર મહારાષ્ટ્રની મુલાકાતે છે. મને ડર છે કે તે જ્યાં પણ આવશે ત્યાંથી તે ગુજરાતને કંઈક લઈ જશે. Uddhav Thackeray એ કહ્યું કે અન્ય લોકોને પોતાની પાર્ટીમાં લાવવાની પ્રક્રિયામાં બીજેપીએ પોતાની ઓળખ ગુમાવી દીધી છે અને તેમની પાર્ટી જ્યાં પહેલા હતી ત્યાં જ ઉભી છે. તેમણે કહ્યું, 'આજે મુસ્લિમો અમારી સાથે આવી રહ્યા છે કારણ કે તેઓ સમજી ગયા છે કે અમારું હિન્દુત્વ બે ધર્મો વચ્ચે આગ ભડકાવવાનું નથી. અમારું હિન્દુત્વ રસોડામાં ચૂલો સળગાવવાનું છે, જ્યારે તમારું (ભાજપનું) હિન્દુત્વ ઘર સળગાવવાનું છે.

આ પણ વાંચો : UP : અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર બળાત્કાર, જાનથી મારી નાખવાની પણ આપી ધમકી…

Tags :
Advertisement

.

×