Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Interview : PM સાથે સાક્ષાત્કાર કરનારા પત્રકાર વિશે વાંચો આ અહેવાલ

PM Modi Interview : લોકસભા ચૂંટણી 2024 પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ (PM Modi Interview ) આજે ભારતની તમામ રાષ્ટ્રીય અને રીજનલ ન્યુઝ ચેનલોમાં એક સાથે ટેલિકાસ્ટ થયો ત્યારે સામાન્ય વ્યક્તિના મનમાં અચૂક એક સવાલ એ થયો વડાપ્રધાન નરેન્દ્ર...
pm modi interview   pm સાથે સાક્ષાત્કાર કરનારા પત્રકાર વિશે વાંચો આ અહેવાલ
Advertisement

PM Modi Interview : લોકસભા ચૂંટણી 2024 પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ (PM Modi Interview ) આજે ભારતની તમામ રાષ્ટ્રીય અને રીજનલ ન્યુઝ ચેનલોમાં એક સાથે ટેલિકાસ્ટ થયો ત્યારે સામાન્ય વ્યક્તિના મનમાં અચૂક એક સવાલ એ થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લેનાર આ મહિલા પત્રકાર કોણ છે.

ઇન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકારનું નામ છે, સ્મિતા પ્રકાશ

વડાપ્રધાન મોદીનો આજે પ્રસારિત થયેલો ઇન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકારનું નામ છે, સ્મિતા પ્રકાશ...સ્મિતા પ્રકાશ ન્યુઝ એજન્સી ANI ના સંપાદક છે. તેમણે આ અગાઉ પણ વડાપ્રધાન મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે. આ સિવાય પણ તેમને અનેક હસ્તીઓના ઇન્ટરવ્યુ કર્યા છે. ટીવી ન્યૂઝ ચેનલોના સ્ટાર એન્કરિંગના આ જમાનામાં લોકો આ ચહેરાને ઓછો એક્સપોઝ કરી રહ્યા છે. જો કે વડાપ્રધાન મોદીને સવાલોથી ઘેરનાર આ મહિલા પત્રકારત્વની દુનિયામાં જાણીતી હસ્તી છે.

Advertisement

Advertisement

કોણ છે સ્મિતા પ્રકાશ?

તેમનો જન્મ 02 ડિસેમ્બર 1981ના રોજ નવી દિલ્હીમાં એક ભારતીય પરિવારમાં થયો હતો. સ્મિતા 43 વર્ષના છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્મિતા પ્રકાશ, 1986માં ANI માં તાલીમાર્થી તરીકે જોડાયા હતા અને પછીથી તેમને પૂર્ણ-સમયના કર્મચારી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

ઇન્ના રામમોહન રાવની પુત્રી

સ્મિતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના ભૂતપૂર્વ નિયામક ઇન્ના રામમોહન રાવની પુત્રી છે. તેમણે સંજીવ સાથે 1988 માં લગ્ન કર્યા હતા. 1993 માં, રોઇટર્સે ANI માં હિસ્સો ખરીદ્યો અને તેને પોતાની ભારતીય ફીડ પર સંપૂર્ણ એકાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

બે દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય

સ્મિતા પ્રકાશ લગભગ બે દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. આ સમય દરમિયાન, તેણે NPR ન્યૂઝ અમેરિકા, NHK જાપાન અને અન્ય ઘણા વિદેશી બ્રોડકાસ્ટર્સ માટે ભારતમાંથી રિપોર્ટીંગ કર્યું છે.

વિવિધ ક્ષેત્રમાં રિપોર્ટીંગ

ભારતના વિવિધ ક્ષેત્રના વિકાસ ઉપરાંત સ્મિતા પ્રકાશે ચૂંટણીઓ, રાજકીય વિકાસ, આપત્તિઓ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઘણા બ્રેકિંગ ન્યૂઝ પર રિપોર્ટીંગ કર્યું છે. જેમાં વિશ્વના ઘણા ખતરનાક સંઘર્ષો અને વિનાશક ઘટનાઓનો સમાવેશ થાય છે.

સમાચાર અને વર્તમાન બાબતોના કાર્યક્રમોનું એન્કરિંગ

સ્મિતા પ્રકાશે ઘણા સમાચાર અને વર્તમાન બાબતોના કાર્યક્રમોનું એન્કરિંગ કર્યું છે. જેમાં રોટેટિંગ મિરર અને દૂરદર્શન પર ન્યૂઝમેકર્સ ખૂબ જ લોકપ્રિય ટીવી કાર્યક્રમો રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલતો શો સ્મિતા પ્રકાશનો અત્યંત લોકપ્રિય ટીવી શો "ધીસ વીક ઇન ઇન્ડિયા" હતો.

વિશ્વના ઘણા ટોચના નેતાઓ અને રસપ્રદ વ્યક્તિત્વોના ઈન્ટરવ્યુ

સ્મિતા પ્રકાશને તેમની કારકિર્દી દરમિયાન મોટી ઘટનાઓ કવર કરવાની સાથે સાથે વિશ્વના ઘણા ટોચના નેતાઓ અને રસપ્રદ વ્યક્તિત્વોના ઈન્ટરવ્યુ લેવાનો લહાવો મળ્યો છે.

હાલ તેઓ ANI ન્યૂઝ એજન્સીના એડિટર

તેમને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણીય નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હાલ તેઓ ANI ન્યૂઝ એજન્સીના પ્રખ્યાત એડિટર છે. 2019માં જ્યારે તેમણે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા. તેમનો આ ઇન્ટરવ્યુ ખુબ જ ચર્ચાયો હતો.

આ પણ વાંચો----- Kerala : PM મોદીએ કહ્યું- ‘આ વર્ષે કેરળ ખાતરી કરશે કે તેનો અવાજ સંસદમાં સંભળાય…’

Tags :
Advertisement

.

×