Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Varanasi: આ શખ્સ કોણ છે જેને દેશના PM એ પણ નમસ્કાર કર્યા

Varanasi : તારીખ 14મી મે. સમય 12 વાગ્યાનો છે. માતા ગંગા અને કાશીના કોટવાલ કાલ ભૈરવની પૂજા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી (Varanasi) કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા. ચાર પ્રસ્તાવકો અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ નામાંકન માટે તેમની સાથે રૂમમાં...
varanasi  આ શખ્સ કોણ છે જેને દેશના pm એ પણ નમસ્કાર કર્યા
Advertisement

Varanasi : તારીખ 14મી મે. સમય 12 વાગ્યાનો છે. માતા ગંગા અને કાશીના કોટવાલ કાલ ભૈરવની પૂજા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી (Varanasi) કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા. ચાર પ્રસ્તાવકો અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ નામાંકન માટે તેમની સાથે રૂમમાં પ્રવેશ્યા. સામેની ખુરશી પર ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ બેઠા છે. મોદી ઉભા થઈને તેમને નમસ્કાર કરે છે. પોતાનું ફોર્મ અને એફિડેવિટ અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરે છે. પછી શપથ વાંચે છે. આ તસવીર અનોખી છે. લોકશાહીનું સૌથી સુંદર ચિત્ર છે. જ્યાં દેશના સર્વોચ્ચ પદ પર રહેલા પીએમ મોદી ઉભા થઈને લોકશાહીના સૈનિકને સલામ કરે છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમને હાથ જોડીને નમસ્કાર કર્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના નામાંકન માટે ચાર પ્રસ્તાવકો હતા - પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર. જ્યારે પીએમ મોદી નામાંકન ભરવા આવ્યા ત્યારે તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.

Advertisement

Advertisement

એસ. રાજલિંગમ વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ

એસ. રાજલિંગમ વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ છે. એસ રાજલિંગમ તમિલનાડુના રહેવાસી છે અને 2009 બેચના IAS અધિકારી છે. તેમણે B.Tech કર્યું છે. એસ. રાજલિંગમે અગાઉ બાંદામાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ, ઔરૈયામાં ડીએમ અને લખનૌમાં ડેરી ડેવલપમેન્ટ વિભાગમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી છે. સોનભદ્ર અને કુશીનગરમાં ડીએમ પણ રહી ચૂક્યા છે. આ સિવાય રાજલિંગમે સુલતાનપુરના કલેક્ટર, અયોધ્યાના મ્યુનિસિપલ કમિશનર, મૂળભૂત શિક્ષણ વિભાગના વિશેષ સચિવ, શહેરી વિકાસ વિભાગના વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

PM મોદીએ ખાસ સમયે નોમિનેશન ભર્યું

PM મોદીએ ગંગા સપ્તમીની સાથે પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી પત્ર ભર્યું. પીએમ મોદીના નામાંકનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીમાં પણ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ નોમિનેશનમાં ભાગ લેવા માટે અનેક મોટા નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીનું મિશન ચોક્કસપણે સફળ થશે

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ વડા પ્રધાન મોદીના નામાંકન પર કહ્યું કે પીએમ મોદીનો ભવ્ય રોડ શો સમગ્ર કાશી, ઉત્તર પ્રદેશ અને દેશને રોમાંચિત કરનારો હતો. વડાપ્રધાન મોદીનું મિશન ચોક્કસપણે સફળ થશે, તેઓ એક ધરતી અને એક ભવિષ્યની વાત કરે છે.

આ પણ વાંચો------ Lok Sabha Election : PM નરેન્દ્ર મોદીએ Varanasi થી ઉમેદવારી નોંધાવી

Tags :
Advertisement

.

×