Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Lok Sabha : રંગીલા રાજકોટની બેઠક કોને ફળશે ?

Rajkot Lok Sabha seat : ભવ્ય ભારતને ઉજ્જવળ કરનારા જનપ્રતિનિધિ તથા મતદારોના મનની વાત જાણવા અમે ત્યાં આવી પહોંચ્યા છીએ રાજકોટ લોકસભા (Rajkot Lok Sabha ) બેઠક પર... જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે. 7 વિધાનસભાને આવરી લેતી Rajkot Lok...
rajkot lok sabha   રંગીલા રાજકોટની બેઠક કોને ફળશે

Rajkot Lok Sabha seat : ભવ્ય ભારતને ઉજ્જવળ કરનારા જનપ્રતિનિધિ તથા મતદારોના મનની વાત જાણવા અમે ત્યાં આવી પહોંચ્યા છીએ રાજકોટ લોકસભા (Rajkot Lok Sabha ) બેઠક પર... જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે. 7 વિધાનસભાને આવરી લેતી Rajkot Lok Sabha બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

જ્ઞાતિ સમિકરણ પણ ખૂબ પ્રભાવી

સંઘમાં પ્રચારક તરીકે અનેક વર્ષો આપ્યા બાદ વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત આજ બેઠક પરથી કરી હતી. વર્ષ 1951માં પ્રથમ વખત અહીં ચૂંટણી થઈ હતી, પક્ષની સાથે-સાથે અહીં જ્ઞાતિ સમિકરણ પણ ખૂબ પ્રભાવી છે. જનસંઘથી રાજકોટમાં ભાજપનું પ્રભુત્વ રહેલું છે. કહેવાય એવું પણ છે રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પણ પડે છે, લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠક ( હેડર)

રાજકોટથી PM મોદીની રાજકીય કારકિર્દી શરૂ થઈ
1951માં પ્રથમ વખત યોજાઈ હતી ચૂંટણી
પક્ષની સાથે અહીં જ્ઞાતિ સમીકરણ પર પ્રભાવી
જનસંઘથી રાજકોટમાં છે ભાજપનું પ્રભુત્વ
રાજકોટના રાજકારણની સૌરાષ્ટ્ર પર પડે છે અસર
છેલ્લી બે ટર્મથી ભાજપ અહીં સતત જીતે છે

Advertisement

તમારું વર્તન રચનાત્મક દિશામાં હોવું જોઇએ

ત્યારે હવે તે પણ જાણીએ કે અમરેલીમાં જન્મેલા, અને કાર્યકરતાથી લઈ કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભળાતા રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન ઉમેદવારની લોકસભાના લાઈવ સ્ટૂડિયોમાં મનની વાત. પુરશોત્તમ રુપાલાએ કહ્યું કે ભાજપ ચૂંટણી માટે 24 કલાક તૈયાર હોય છે. ભાજપનો કાર્યકર્તા સજ્જ હોય છે. નામો ભલે હમણા જાહેર થયા પણ તમામ જિલ્લામાં કાર્યાલયો ચાલું થઇ ગયા છે. તૈયારી સંદર્ભે ભાજપના કાર્યકર્તા આત્મવિશ્વાસ સાથે ઉતરી રહ્યા છે. 5 વર્ષમાં મોદી સાહેબે જે કામો કર્યા છે તે જોતાં લોકોના મનમાં વિશ્વાસ પેદા થઇ ગયો છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે અયોધ્યાના નોંતરામાં કોંગ્રેસવાળા આવ્યા ન હતા. તમારું વર્તન રચનાત્મક દિશામાં હોવું જોઇએ. વિપક્ષ તરીકે તમારે જવાબદારીઓનું વહન કરવું જોઇએ પણ કરતા નથી. લોકો હવે વિપક્ષના ચરિત્રથી કંટાળી ગયા છે. સૌરાષ્ટ્રની દશા ખરાબ હતી. તમે કશું કર્યું ન હતું. સૌરાષ્ટ્ર ખાલી થવાનું હતું. ભાજપની સરકારો આવી પછી પાણી આવ્યું. મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે સૌથી શ્રેષ્ઠ કામગિરી કરી હતી. મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે પેહલા દિવસે જ પહેલું કામ નર્મદાનું પાણી સાબરમતીમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. કવિ દાદની કલ્પના તેમણે સાચી ઠેરવી હતી.

રાજકોટ બેઠકમાં કુલ મતદાર (હેડર)

10,85,577 પુરુષ મતદાર
10,10,754 સ્ત્રી મતદાર
અન્ય મતદાર 35
કુલ 20,96,366 મતદાર

રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણ (હેડર)

કોળી- 15 ટકા
પાટીદાર- 25 ટકા
માલધારી- 10 ટકા
મુસ્લિમ- 10 ટકા
ક્ષત્રિય- 8 ટકા
દલિત- 8 ટકા
બ્રાહ્મણ- 7 ટકા
લોહાણા- 6 ટકા

નરેશ પટેલે શું કહ્યું

રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે ત્યારે ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન નરેશ પટેલનું કહેવું છે કે દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણી જોઉ છું. હું અંગત રીતે માનું છું કે સામાજીક કામમાં કોઇ ફોર્મ્યુલા હોતી નથી. 50 ટકા પ્લાન આયોજનથી થઇ શકે પણ 50 ટકા આયોજન વગરના હોય છે. સમાજને સહજ રીતે જે જરુર પડે તે માટે કાર્યરત છું. ઘણા લોકો ઇચ્છે છે કે હું રાજકારણમાં જાઉં પણ આ શક્ય નથી. અત્યારે અઘરું છે. અત્યારે યુવાનો આગળ આવે તેવી અપીલ છે. ક્યારેય મને કોઇ બાબતનો અફસોસ થયો નથી.

રંગીલા રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો

વાત હોય નર્મદાના નીરની કે પછી 24 કલાક ધમધમતા ઉદ્યોગની, વાત હોય એઈમ્સના લોકાર્પણની કે પછી એરપોર્ટની, રંગીલા રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.

રાજકોટ લોકસભા બેઠક વિધાનસભા પ્રમાણે ગણિત

ટંકારા- ભાજપ
વાંકાનેર- ભાજપ
રાજકોટ પૂર્વ- ભાજપ
રાજકોટ પશ્ચિમ- ભાજપ
રાજકોટ દક્ષિણ- ભાજપ
રાજકોટ ગ્રામ્ય- ભાજપ
જસદણ- ભાજપ

જોવું એ રહ્યું કે ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા. તો આ હતો રાજકોટ લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર, 7 લાખની જંગી લીડથી ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો પરશોત્તમ રૂપાલાને જીતાડવાનો લક્ષ્ય કેન્દ્રમાં રાખ્યો છે ત્યારે જોવું એ રહ્યું કે ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે.

આ પણ વાંચો----- Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

આ પણ વાંચો-----Bardoli: ગુજરાત ફર્સ્ટની લાઇવ સ્ટુડીઓ વાન પહોંચી બારડોલી લોકસભા બેઠક પર

Tags :
Advertisement

.