Putin Dinner Controversy: રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર,રાહુલ-ખડગેને આમંત્રણ નહીં!
- રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર
- કોંગ્રેસના નેતા રાહુલ-ખડગેને આમંત્રણ નહીં
- કોંગ્રેસના શશિ શરૂરને ખાસ આમંત્રણ અપાયું
Dinner in Putin's honor at Rashtrapati Bhavan: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ આજે સમાપ્ત થઈ રહ્યો છે, અને તેઓ આજે રાત્રે રશિયા જવા રવાના થશે. તેની પૂર્વે ભારતીય રાજદ્વારી પરંપરા અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સન્માનમાં એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ ભોજન સમારંભને લઈને વિવાદ ઊભો થયો છે.
Putin Dinner Controversy: થરૂરને આમંત્રણ, રાહુલ-ખડગેને નહીં
અહેવાલો અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરને આ રાજ્ય ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીને આ આમંત્રણ આપવામાં આવ્યું નથી.
"LoPs not invited to official dinner for President Putin": Jairam Ramesh
Read @ANI Story | https://t.co/iULIG0kwah #JairamRamesh #LoPs #PutinDinner pic.twitter.com/odt0hq4EPA
— ANI Digital (@ani_digital) December 5, 2025
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ગઈકાલે જ એક નિવેદન આપ્યું હતું કે વિદેશથી આવનાર કોઈ પણ વ્યક્તિ વિરોધ પક્ષના નેતાને મળવાનો સામાન્ય રિવાજ ધરાવે છે.આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે રાહુલ ગાંધીએ ગઈકાલે જ એક નિવેદન આપ્યું હતું કે વિદેશથી આવનાર કોઈ પણ વ્યક્તિ વિરોધ પક્ષના નેતાને મળવાનો સામાન્ય રિવાજ છે. જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર વિદેશી મહેમાનોને વિરોધ પક્ષના નેતાને ન મળવાની સલાહ આપે છે. પહેલાની સરકાર વિદેશથી આવેલા મહેમાનોની ખાસ મુલાકાત વિરોધ પક્ષના નેતાઓ સાથે કરાવતા હતા.
Putin Dinner Controversy: સરકારનો જવાબ: 'આરોપો પાયાવિહોણા'
સરકારી સૂત્રોએ રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સરકારે સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધી ૯ જૂન, ૨૦૨૪ના રોજ વિપક્ષના નેતા બન્યા હતા અને ત્યારથી તેઓ બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના સહિત ચાર રાષ્ટ્રપ્રમુખોને મળી ચૂક્યા છે. સૂત્રોએ એ વાત પણ સ્પષ્ટ કરી કે વિદેશ મંત્રાલય (MEA) એ નક્કી કરતું નથી કે સરકારી કાર્યક્રમ સિવાય વિદેશી મહેમાને સરકારની બહારની કોઈ વ્યક્તિને મળવું કે નહીં.
Putin Dinner Controversy: ભોજન સમારંભ: ભારતીય વાનગીઓ
પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ રાત્રિભોજનમાં રાજકારણથી લઈને વ્યવસાય, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાજ્ય ભોજન સમારંભમાં ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ પર વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. ભોજનમાં ભારતીય અને રશિયન બંને વાનગીઓનો સમાવેશ થશે, જેમાં કાશ્મીરી વઝવાનથી લઈને રશિયન બોર્શટ જેવી વાનગીઓ પીરસવામાં આવશે.
આ પણ વાંચો: Delhi: રશિયન રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ વિઝિટર બુકમાં લખ્યો સંદેશ


