Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનું ગુમ થવા બાબતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અપાઇ ચેલેન્જ

Kedarnath Dham : જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ ધામ (Kedarnath Dham) માંથી 228 કિલો સોનું ગુમ થયું છે. તેમના આ સનસનાટીભર્યા દાવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ હવે તેમને કેદારનાથ ધામ કમિટિ તરફથી સુપ્રીમ...
સોનું ગુમ થવા બાબતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અપાઇ ચેલેન્જ
Advertisement

Kedarnath Dham : જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ ધામ (Kedarnath Dham) માંથી 228 કિલો સોનું ગુમ થયું છે. તેમના આ સનસનાટીભર્યા દાવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ હવે તેમને કેદારનાથ ધામ કમિટિ તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર મળ્યો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયે શંકરાચાર્ય પર સનસનાટી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આક્ષેપો કરવાની આદત છે. તેમને સમાચારમાં રહેવાની આદત પડી ગઈ છે.

સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સમાં રહેવું તેમની આદત

અજયેન્દ્ર અજયે કહ્યું, 'હું એક સંત તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું. તેઓ સવારથી સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરે છે. નેતાઓ પણ આટલું કરતા નથી. સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સમાં રહેવું તેમની આદત છે. હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કેદારનાથ પર લગાવાયેલા આરોપો પર તથ્યો બહાર લાવે. આ પછી તેઓએ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને કોઈ ઓથોરિટી પર વિશ્વાસ ન હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાવ. જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી.

Advertisement

કેદારનાથ ધામને જે સ્વર્ણમંડિત કરાયું છે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી

આરોપો પર મંદિર સમિતિનો પક્ષ આપતા તેમણે કહ્યું કે, 'કેદારનાથ ધામને જે સ્વર્ણમંડિત કરાયું છે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ કાર્ય મુંબઈના એક દાતા દ્વારા કરવામાં આવ્યું છે. તેને મંદિર સમિતિ અને સરકાર સાથે કોઈ સંબંધ નથી. તેમણે આ કામ દેશના તમામ મંદિરોમાં કર્યું છે. તેમણે મુંબઈના સિદ્ધિ વિનાયક, કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં આવું કામ કર્યું છે. આવા આક્ષેપોથી દેશના તે દાતાઓને પણ ઠેસ પહોંચે છે જેમની શ્રદ્ધા છે.

Advertisement

તેમણે કોંગ્રેસનો એજન્ડા ચલાવવાથી દૂર રહેવું જોઈએ

અજયેન્દ્ર અજયે સોનું ગુમ થવાની અફવા અંગે વિગતવાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરીશ કે કેદારનાથ ધામમાં સોનું લગભગ 23 કિલો છે. તે પહેલા અહીં ચાંદીની પ્લેટો હતી. તેનું વજન 230 કિલો હતું. પછી મીડિયામાં કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે 230 કિલો ચાંદીની જગ્યાએ એટલું જ સોનું આવ્યું હશે અને તે ઓછું લગાવાયું હશે. આના કારણે મૂંઝવણ સર્જાઈ હતી. પરંતુ સોના સાથે આવું થતું નથી. સોના પર ગોલ્ડની પરત લગાવાયા છે. . 1000 કિલો તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર 23 કિલો સોનું ચડાવવામાં આવ્યું છે. આ ટેકનિક સુવર્ણ મંદિર સહિત ઘણી જગ્યાએ અપનાવવામાં આવી છે. તેમના તરફથી પણ આવા જ નિવેદનો આવતા રહ્યા છે. તેમણે કોંગ્રેસનો એજન્ડા ચલાવવાથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો----- કેદારનાથમાંથી કોણ લઇ ગયું રૂ.1500000000 નું સોનું? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનો ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×