Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : દિકરાના લગ્ન પહેલા વેવાઈનું વેવાણ સાથે ઇલુ ઇલુ

Uttar Pradesh : તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારોનું મિલન છે. છોકરા અને છોકરી વચ્ચે તેમજ બે પરિવારો વચ્ચે એક નવો સંબંધ (New Relationship) બંધાય છે. પણ જો પ્રેમ વેવાઈ અને...
uttar pradesh   દિકરાના લગ્ન પહેલા વેવાઈનું વેવાણ સાથે ઇલુ ઇલુ
Advertisement

Uttar Pradesh : તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારોનું મિલન છે. છોકરા અને છોકરી વચ્ચે તેમજ બે પરિવારો વચ્ચે એક નવો સંબંધ (New Relationship) બંધાય છે. પણ જો પ્રેમ વેવાઈ અને વેવાણ વચ્ચે થઇ જાય તો? જીહા, તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી (Kasganj in Uttar Pradesh) આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પુત્રના લગ્ન પહેલા પિતા (વરરાજાના પિતા)ને તેની પત્નીની માતા (દુલ્હનની માતા) સાથે પ્રેમ થઈ ગયો હતો.

લગ્નના માહોલમાં અચાનક અપહરણની ઘટના

લગ્નના માહોલમાં બનેલી આ ઘટનાથી બંને પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં દુલ્હનના પિતાએ આ અંગે વરરાજાના પિતા વિરુદ્ધ FIR નોંધાવી છે. આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઇએ કે, સમગ્ર મામલો કાસગંજ જિલ્લાના ગંજ દુંદવારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના એક ગામમાં રહેતા પપ્પુની દીકરીના લગ્ન શકીલ નામના વ્યક્તિના પુત્ર સાથે નક્કી થયા હતા. શકીલને પપ્પુના ઘરે આવવા-જવાનું હતું. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની કે બંને પરિવારો ચોંકી ગયા. કારણ કે, શકીલ તેની પત્ની એટલે કે પપ્પુની પત્નીને ભગાડી ગયો હતો. છોકરીના પિતાનો આરોપ છે કે શકીલે તેની પત્નીને ફસાવી છે. તેમજ પપ્પુએ શકીલ વિરુદ્ધ તેની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત કેસની તપાસ પણ ચાલી રહી છે. જણાવી દઈએ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વેવાઈ શકીલને 10 બાળકો છે, જ્યારે તેની પત્ની વેવાણને 6 બાળકો છે. બંને ઘરેથી ફરાર છે. જ્યારે આ ઘટના અંગે વિસ્તારના લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે.

Advertisement

લગ્ન પહેલાં પ્રેમપ્રકરણ

ઉલ્લેખનીય છે કે, બાળકીની માતાને 6 બાળકો છે અને તેણે પોતાની ભાભીની એક દીકરીને દત્તક લીધી હતી. કુલ, તેના 7 બાળકો છે. આરોપી શકીલને 10 બાળકો છે. સંબંધ ફાઇનલ થયા બાદ તેની પત્ની અને આરોપી વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. નજીક આવ્યા બાદ આરોપી વેવાઈ તેના બાળકોના લગ્ન પહેલા જ વેવાણને લઇને રફૂચક્કર થઇ ગઈ હતી. હાલમાં મહિલાના પતિએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ મહિલાને શોધવામાં વ્યસ્ત છે.

Advertisement

આ પણ વાંચો - કેદારનાથમાંથી કોણ લઇ ગયું રૂ.1500000000 નું સોનું? સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો ગંભીર આરોપ

આ પણ વાંચો - Controversial Statement : ભાજપ નેતાએ વિદ્યાર્થીઓને ભણવાનું છોડી પંચરની દુકાન ખોલવાનું કહ્યું!

Tags :
Advertisement

.

×