Odisha માં એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જારી
- ઓડિશામાં ટ્રેન દુર્ઘટના
- 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
- હેલ્પલાઈન નંબર જારી
Train Incident in Odisha : આજે (રવિવારે) ઓડિશાના કટક જિલ્લામાં એક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. અધિકારીએ જણાવ્યું કે બેંગલુરુ-કામખ્યા AC એક્સપ્રેસ ટ્રેનના 11 કોચ બપોરે 12 વાગ્યાની આસપાસ મંગુલી નજીક નિર્ગુન્ડી ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા.
ઈસ્ટ કોસ્ટ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) અશોક કુમાર મિશ્રાએ કહ્યું કે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મિશ્રાએ કહ્યું, "અમે અમારા સંસાધનો એકત્ર કર્યા છે અને NDRF અને ફાયર સર્વિસને જાણ કરી છે. એક રાહત ટ્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી છે."
તેમણે કહ્યું કે રેલવેના ફ્રન્ટલાઈન અધિકારીઓ અને સહાયક સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હેલ્પલાઇન - 8455885999 અને 8991124238 - શરૂ કરવામાં આવી છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : ચેન્નાઈમાં SpiceJetની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનનું ટાયર તૂટતા 250 લોકોના જીવ અધ્ધર