ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Odisha Chief Engineer: OMG! 2 કરોડ રોકડ, સરકારી ઇજનેરના ઘરે વિજિલન્સના દરોડા, અધિકારીઓ ચોંક્યા

ભુવનેશ્વરમાં સરકારીના ધરે વિજિલન્સ વિભાગે ધરે દરોડા કરોડ રોકડ જોઈ અધિકારીઓની આંખો ફાટી ગઈ 2.1 કરોડ કેશ તેમણે પોતાના નજરની સામે જોયા Odisha Chief Engineer:ઓડિશાના પાટનગર ભુવનેશ્વર(Bhubaneswar)માં જ્યારે વિજિલન્સ વિભાગે (Vigilance department)રેડ પાડી તો અધિકારીઓની આંખો (Odisha Chief Engineer)પહોળી...
03:54 PM May 30, 2025 IST | Hiren Dave
ભુવનેશ્વરમાં સરકારીના ધરે વિજિલન્સ વિભાગે ધરે દરોડા કરોડ રોકડ જોઈ અધિકારીઓની આંખો ફાટી ગઈ 2.1 કરોડ કેશ તેમણે પોતાના નજરની સામે જોયા Odisha Chief Engineer:ઓડિશાના પાટનગર ભુવનેશ્વર(Bhubaneswar)માં જ્યારે વિજિલન્સ વિભાગે (Vigilance department)રેડ પાડી તો અધિકારીઓની આંખો (Odisha Chief Engineer)પહોળી...
Odisha Chief Engineer

Odisha Chief Engineer:ઓડિશાના પાટનગર ભુવનેશ્વર(Bhubaneswar)માં જ્યારે વિજિલન્સ વિભાગે (Vigilance department)રેડ પાડી તો અધિકારીઓની આંખો (Odisha Chief Engineer)પહોળી જ રહી ગઇ. કારણ કે એક લાખ કે એક કરોડ નહી પણ.. 2.1 કરોડ કેશ તેમણે પોતાના નજરની સામે જોયા. એક સાથે આટલા બધા નાણા જ્યાંથી મળી આવ્યા તે બીજુ કોઇ નહી પણ રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી હતા. વિજિલન્સ વિભાગે તેમના નિવાસ સ્થાન સહિત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

અધિકારીઓને જોઇને પૈસા બારીમાંથી ફેંક્યા..

આ દરોડા અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકાના આધારે પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર ઇજનેર સારંગીએ જાહેર કરેલી સંપત્તિ અને તેમની વાસ્તવિક આવક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાનો સૌથી નાટકીય સીન તો ત્યારે જોવા મળ્યો જ્યારે વિજિલન્સ અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા તો વૈકુંઠનાથ સારંગી ગભરાઈ ગયા અને તેમણે રોકડના બંડલ તેમના ફ્લેટની બારીમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો.આ કૃત્યથી અધિકારીઓ વધુ સતર્ક થઈ ગયા અને તરત જ સમગ્ર વિસ્તારમાં દેખરેખ વધારી દેવામાં આવી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જમીન પર પડી ગયેલા બંડલની ગણતરી કરીને બેગમાં ભરીને લઈ જવામાં આવ્યા.

આ પણ  વાંચો -'જો આતંકવાદ માથું ઉંચકશે, તો ભારત તેને કચડી નાખશે' : PM મોદી

દરોડા દરમિયાન મિલકત મળી

50 થી વધુ અધિકારીઓ હાજર

સમગ્ર કામગીરીમાં વિજિલન્સ વિભાગની સાત ટીમો સામેલ હતી અને 50 થી વધુ અધિકારીઓ હાજર હતા. શોધખોળ માટે 26 પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં આઠ નાયબ પોલીસ અધિક્ષક (DSP), 12 નિરીક્ષક અને છ સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થતો હતો.

આ પણ  વાંચો -ભારતીય નૌસેનાએ પાકિસ્તાન પર મિસાઇલો અને ટોર્પિડો ફાયર કર્યા, રક્ષામંત્રીનો ખુલાસો

કાયદાકીય પ્રક્રિયા અને આગળની કાર્યવાહી

વિજિલન્સ વિભાગ હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરી રહ્યું છે અને બૈકુંઠનાથ સારંગી સામે અપ્રમાણસર સંપત્તિ ધરાવવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંસાધનોના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. સારંગીને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી, પરંતુ તેમની સામે FIR નોંધવામાં આવી છે. વિગતવાર પૂછપરછ માટે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Tags :
Baikuntha Nath Sarangi raidBhubaneswarCash SeizedCash Seized From Government EmployeeengineerGovernment engineer cashOdishaOdisha corruptionOdisha corruption caseVigilance department Odisha
Next Article