Pahalgam Terror Attack કરનાર આતંકવાદીઓના 2 મદદગારની ધરપકડ કરાઈ
- પહલગામ આતંકી હુમલાના કેસમાં NIAને મળી મોટી સફળતા
- આતંકીઓને આશ્રય આપનારા બે આરોપીઓની કરી ધરપકડ
- બાટકોટ અને પહલગામમાંથી NIA એ કરી ધરપકડ
- પરવેઝ જોથર, બશીર જોથર નામના શખ્સ ઝપાયા
Pahalgam Terror Attack : 22મી એપ્રિલે પહલગામમાં અમાનવીય અને હીચકારો આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓના 2 મદદગારની સુરક્ષા એજન્સી NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. NIA દ્વારા બાટકોટ અને પહલગામમાંથી પરવેઝ જોથર અને બશીર જોથર નામના શખ્શોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારત સરકાર આતંકવાદીઓ અને તેમને શરણ આપતા શખ્શો પર કડક કાર્યવાહી કરી રહી છે. જે અનુસંધાને સુરક્ષા એજન્સી દ્વારા આતંકવાદીઓને આશ્રય આપનારની ધરપકડ કરી છે.
મદદગારોએ કરી કબૂલાત
NIA એ કહ્યું, પહલગામના બાટકોટના રહેવાસી પરવેઝ અહમદ જોથર અને પહલગામના હિલ પાર્કના રહેવાસી બશીર અહમદ જોથરએ હુમલામાં સામેલ 3 સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે અને એ પણ જણાવ્યું છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા. NIA એ કહ્યું કે પરવેઝ અને બશીરે હુમલા પહેલા હિલ પાર્કમાં એક ઝૂંપડીમાં 3 સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો.
આ પણ વાંચોઃ Ajit Doval ચીનની મુલાકાત લેશે, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
NIA ની કડક કાર્યવાહી
NIA તપાસ મુજબ, પરવેઝ અને બશીરે હુમલા પહેલા હિલ પાર્કમાં એક મોસમી ઢોક (ઝૂંપડી) માં 3 સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. આ આરોપીઓએ 22મી એપ્રિલે બપોરે ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા આતંકવાદીઓને રહેવા, જમવા અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. NIA દ્વારા બંને આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. NIA 22 એપ્રિલ, 2025 ના રોજ વિશ્વને હચમચાવી નાખનારા હુમલા પછી નોંધાયેલા RC-02/2025/NIA/JMU કેસની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃKARNATAKA : કર્ણાટક સરકાર દ્વારા ફેક ન્યુઝ ડામવા મોટું પગલું ભરાયું