Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

25 સેક્ટર,41 ઘાટ અને 102 પાર્કિંગ... મહાકુંભનો કેટલો એરિયા જ્યાં હાજર છે 10 કરોડ લોકો

પ્રયાગરાજ મહાકુંભ 2025 માં ભાગદોડથી 10 શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા, જ્યારે અનેક ઘાયલ થઇ ગયા. પ્રયાગરાજમાં પહોંચી રહેલી ભારે ભીડ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને સંયમ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી છે.
25 સેક્ટર 41 ઘાટ અને 102 પાર્કિંગ    મહાકુંભનો કેટલો એરિયા જ્યાં હાજર છે 10 કરોડ લોકો
Advertisement
  • પ્રયાગરાજમાં દુર્ઘટના બાદ તંત્રની તડામાર કાર્યવાહી
  • પ્રયાગરાજમાં આવતા તમામ 7 રૂટને બંધ કરી દેવામાં આવ્યા
  • 4000 હેક્ટર જમીન પર 10 કરોડથી વધારે લોકો છે હાજર

પ્રયાગરાજ : પ્રયાગરાજ મહાકુંભ 2025 માં ભાગદોડથી 10 શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા, જ્યારે અનેક ઘાયલ થઇ ગયા. પ્રયાગરાજમાં પહોંચી રહેલી ભારે ભીડ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને સંયમ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. જાણો 10 કરોડ લોકો કુંભમાં કેટલા વિસ્તારમાં હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી કે, શ્રદ્ધાળુઓ અફવા ધ્યાન ન આપે અને પ્રયાગરાજમાં જે નજીકના ઘાટ પર છે, ત્યાં જ સ્નાન કરે.

મહાકુંભ 2025 નો કેટલો ટોટલ એરિયા છે

પ્રયાગરાજમાં મહાકુંભ 2025 નું આયોજન 4000 હેક્ટર (15,812 વીઘા)માં થઇ રહ્યું છે. આટલી જમીન પર હાલના સમયે આશરે દસ કરોડ લોકો હાજર છે. આ એરિયા 25 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તંત્રએ સંગમ કિનારા પર 41 ઘાટ તૈયાર કર્યા છે, જેમાં 10 પાક્કા અને 31 અસ્થાયી ઘાટ છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. તંત્રના અનુસાર હજી સુધી આશરે 10 કરોડ લોકો મહાકુંભમાં પહોંચી ચુક્યા છે. આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો : INDIA ગઠબંધનમાં પડી રહી છે તિરાડો! હવે મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા

Advertisement

પ્રયાગરાજમાં 7 સ્થળેથી લોકો કરી રહ્યા છે એન્ટ્રી

પ્રયાગરાજમાં 7 રસ્તાઓથી લોકો એન્ટ્રી કરી રહ્યા છે. મહાકુંભ વિસ્તારમાં વાહનો માટે તંત્રએ 102 પાર્કિંગ સ્થળ તૈયાર કર્યા છે. તેમાંથી 70 ટકા પાર્કિંગ સ્નાન ઘાટથી 5 કિલોમીટરના વર્તુળમાં છે. જ્યારે 30 ટકા પાર્કિંગ 5-10 કિલોમીટરના વર્તુળમાં છે. આ ઉપરાંત 24 સેટેલાઇટ પાર્કિંગ પણ છે જેમાં 18 મેળા ક્ષેત્રમાં અને 6 પ્રયાગરાજ શહેરમાં આવેલા છે.

મહાકુંભનું સૌથી મહત્વપુર્ણ સ્થાન સંગમ નોઝ છે

મહાકુંભનું સૌથી મહત્વપુર્ણ સ્થાન સંગન નોઝ છે. જ્યાં ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદી મળે છે. આ વર્ષે તંત્ર અને સિંચાઇ વિભાગે આઇઆઇટી ગુવાહાટીના નિષ્ણાંતોની ગાઇડલાઇન અનુસાર સંગન નોઝનું ક્ષેત્રફળ વધાર્યું છે. હવે ત્યાં વધારાની 2 હેક્ટર જમીન વિકસિત કરવામાં આવી છે. એટલા એરિયામાં 630 ફોર વ્હીલર પાર્ક થઇ શકે છે. આ ક્ષેત્ર લગભગ ચાર ફુટબોલ મેદાન બરાબર છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: જાગી જાઓ, ભાગદોડ થવાની શક્યતા છે... શું આ અધિકારીને મહાકુંભમાં પરિસ્થિતિનો ખ્યાલ હતો?

મૌની અમાવસ્યાના દિવસે થાય છે અમૃત સ્નાન

મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ જેમાં અનેક લોકો ઘાયલ થઇ ગયા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે અને તેમની સમગ્ર સારવાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા પ્રશાસને દરેક શબ્ય મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે.

વિશ્વનું સૌથી મોટું ધાર્મિક આયોજન

કુંભ મેળો 12 વર્ષમાં એક વાર આયોજીત થનારુ સૌથી મોટુ ધાર્મિક આયોજન છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. તંત્ર સતત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રણ અને યાતાયાતની રણનીતિ પર કામ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરે અને પોતાના નજીકના ઘાટ પર જ સ્નાન કરી, સંગમ નોઝ સુધી પહોંચવાનો પ્રયાસ ન કરે.

આ પણ વાંચો : Mahakumbh : સંગમ નોઝ પર જાણો શું થયું, ઘટના કેવી રીતે બની?

Tags :
Advertisement

.

×