Mumbai : UAEના નામે 39 પાકિસ્તાની કન્ટેનર મોકલવામાં આવ્યા ભારત, DRIએ કર્યા જપ્ત
- મુંબઈ પોર્ટ પર DRIને એક મોટી સફળતા મળી
- UAEના નામે 39 પાકિસ્તાની કન્ટેનરોને જપ્ત કર્યા
- DRIને અગાઉથી જ મળ્યા હતા ઈનપુટ
Operation Deep Manifest : નવી મુંબઈ પોર્ટ પર DRIને એક મોટી સફળતા મળી છે.એજન્સીએ દુબઈ અને UAEના રસ્તાથી ભારત આવેલા 39 પાકિસ્તાની (pakistan) કન્ટેનરોને જપ્ત કર્યા છે. તેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીએ સુરક્ષા એજન્સીઓને સર્તક કરી દીધા છે,ખાસ કરીને જ્યારે પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તમામ વ્યાપારિક સંબંધ સ્થગિત કરવામાં આવ્યા છે.
DRIને અગાઉથી જ મળ્યા હતા ઈનપુટ
સુરક્ષાને ધ્યાનમાં રાખીને DRIનું આ મોટું ઓપરેશન છે. પાકિસ્તાન આ મોડસ ઓપરેન્ડીથી ભારતમાં કંઈક મોકલી શકે છે. DRIની ટીમ JNPT પોર્ટ પર દુબઈ અને UAEથી આવેલા અન્ય કન્ટેનરોની પણ તપાસ કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાને આ કન્ટેનરોને સીધા ભારતના મોકલતા દુબઈ અને UAE દ્વારા રૂટ કર્યા હતા. જેથી મૂળ દેશની ઓળખ છુપાવી શકાય પણ DRIને ગુપ્ત ઈનપૂટ મળ્યા અને મુંબઈ પોર્ટ પર તાત્કાલિક રેડ કરીને તપાસ કરતા શંકાસ્પદ કન્ટેનરોને જપ્ત કરી લેવામાં આવ્યા છે.
DRI seizes 39 containers carrying 1,115 metric tonne worth of goods around ₹9 crore of Pakistan-origin under ‘Operation Deep Manifest’; one arrested!
For more please read👇https://t.co/l6VwovSOCb@FinMinIndia @nsitharamanoffc @mppchaudhary @PIB_India
— CBIC (@cbic_india) June 26, 2025
કન્ટેનરોમાં ઈલેક્ટ્રોનિક આઈટ્મ્સ અને પ્લાસ્ટિકનો સામાન મળી આવ્યો
આ સમગ્ર કામગીરી ખુબ જ પ્લાનિંગથી કરવામાં આવી છે. DRIને પહેલાથી જ શંકા હતી કે કેટલાક પાકિસ્તાની વેપારી ભારતની સાથે વેપાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધને તોડીને અન્ય દેશોની મદદ દ્વારા સામાન મોકલી રહ્યા છે. જેવા જ આ 39 કન્ટેનરોની ઓળખ થઈ, જે અલગ અલગ કન્સાઈન્મેન્ટસમાં UAEથી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક રેડ કરવામાં આવી. આ કન્ટેનરોમાં ઈલેક્ટ્રોનિક આઈટ્મ્સ, પ્લાસ્ટિકનો સામાન અને ઘરેલું ઉપયોગની વસ્તુઓ સામેલ છે. જો કે કાગળ પર વિગતમાં દેશમાં UAE કે દુબઈ લખવામાં આવ્યું હતું પણ કન્ટેનરની તપાસ કરતા જાણવા મળ્યું કે આ તમામ પાકિસ્તાનમાં બનેલી પ્રોડક્ટ છે.


