લદ્દાખમાં ટ્રેનિંગ દરમિયાન હિમસ્ખલન થતાં 4 સૈનિકો દબાયા,એકનો મૃતદેહ મળ્યો
8 ઑક્ટોબરના રોજ લદ્દાખમાં માઉન્ટ કુન પાસે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી તાલીમ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.ચાર સૈનિકો માર્યા ગયા, જેમાંથી એકનું મોત થયું.
લદ્દાખમાં સેનાની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના
લદ્દાખમાં સેનાની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. અહીં અચાનક હિમપ્રપાતમાં સેનાના ચાર જવાનો ફસાઈ ગયા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે 3 હજુ પણ હિમપ્રપાતમાં ફસાયેલા છે.જણાવવામાં આવી રહ્યું છે કે 8 ઓક્ટોબરે લદ્દાખમાં માઉન્ટ કુન પાસે ભારતીય સેનાની હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ચાર જવાનો ફસાઈ ગયા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ ચાલુ છે.
હિમસ્ખલનનો ભોગ બનેલા સૈનિકનો મૃતદેહ મળ્યો
સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. ખરાબ હવામાન અને ભારે હિમવર્ષા છતાં, નીચે ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પહેલા સિક્કિમમાં 4 એપ્રિલ 2023ના રોજ હિમપ્રપાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ બરફના તોફાનના કારણે ટુરિસ્ટ બસ ખાડામાં પડી ગઈ હતી. મૃત્યુ પામેલાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 22 લોકોને બચાવી લેવાયા હતા.
આ પણ વાંચો - ISRAEL HAMAS CONFLICT : વિસ્ફોટ, કાટમાળ…, 72 કલાકના યુદ્ધમાં 900 ઇઝરાયેલી લોકોના મોત, ગાઝામાં 700 લોકો માર્યા ગયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


