40 કૂતરાઓને પુલ પરથી ફેંક્યાં, 21નાં મોત અને 11 ઘાયલ; હૈદરાબાદમાં માનવતા શર્મસાર
- હૈદરાબાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ માનવતાની તમામ હદો વટાવી
- 40 કૂતરાઓને પકડીને 40 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ફેંકી દેવાયા
- આ ઘટનામાં 21 કૂતરાઓના મોત થયા
Hyderabad 21 Dogs Brutally Killed: હૈદરાબાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. અજાણ્યા વ્યક્તિએ 40 કૂતરાઓને પકડીને 40 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ફેંકી દીધા હતા. આ ઘટનામાં 21 કૂતરાઓના મોત થયા છે.
40 ફૂટ ઊંચા પુલ પરથી 40 કૂતરાઓને ફેંકી દેવાયા
હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 40 ફૂટ ઊંચા પુલ પરથી 40 કૂતરાઓને ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 21 કૂતરાઓનાં મોત થયાં હતાં અને 11 કૂતરાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ ક્રૂરતા કોણે કરી? આ પ્રશ્ન પર હજુ પણ સસ્પેન્સ છે. જો કે પોલીસે આરોપીઓને શોધવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.
કૂતરાના હાથ, પગ અને મોં બાંધેલા
રિપોર્ટ્સનું માનીએ તો બ્રિજ પરથી ફેંકવામાં આવેલા તમામ કૂતરાઓના હાથ-પગ બાંધેલા હતા. આ ઉપરાંત તેમના મોં પણ બાંધી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ તેમના પર ધ્યાન ન આપી શકે. 4 જાન્યુઆરીના રોજ સિટીઝન ફોર એનિમલ્સ નામની પ્રાણી કલ્યાણ સંસ્થાને આ અંગે માહિતી મળી હતી. સંસ્થાના વોલેન્ટિયર્સ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. તે બધાએ હૈદરાબાદના ઈન્દાકરણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : યૌન શોષણ કેસમાં આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
પોલીસ તપાસમાં જોડાઈ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કૂતરાઓને નજીકના પુલ પરથી ફેંકવામાં આવ્યા હોઈ શકે છે. જો કે હજુ સુધી આની પુષ્ટિ થઈ શકી નથી. મૃત શ્વાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે કંઇક કહી શકાશે. પોલીસ નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. ગુનેગારોને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઇજાગ્રસ્ત શ્વાન દાખલ
સિટીઝન ફોર એનિમલ્સના વોલેન્ટિયર્સનું કહેવું છે કે, માહિતી મળ્યા બાદ જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા તો જોયુ કે ઘણા કૂતરાઓ મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃતદેહો પાણીમાં તરતા હતા. તેમના મૃતદેહોમાં કીડા પડી ગયા હતા અને તે ખરાબ રીતે દુર્ગંધ મારતા હતા. ઘાયલ શ્વાન પણ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તેને બચાવી લેવામાં આવ્યા અને PFAમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બચાવ કામગીરી કલાકો સુધી ચાલી હતી
વોલેન્ટિયર્સના જણાવ્યા મુજબ, ડમ્પિંગ સાઇટની ઊંડાઈ વધારે હતી. આવી સ્થિતિમાં કૂતરાઓને બહાર કાઢવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ માટે અમે એનિમલ વોરિયર્સ કન્ઝર્વેશન સોસાયટી (AWCS) અને પીપલ ફોર એનિમલ્સ (PFA)ની મદદ લીધી. કલાકોની મહેનત બાદ 11 કૂતરાઓને જીવતા બચાવી લેવાયા હતા. જ્યારે 21 કૂતરાઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાથી કેટલો અલગ છે આ HMPV વાયરસ? Covid જેટલો ખતરનાક કે પછી..!


