Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Heavy Rain : કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યૂ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદી આફત 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઈડ રેસ્ક્યૂ કરાયું ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની Heavy Rain: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઈડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે...
heavy rain   કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યૂ  હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
Advertisement
  • ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદી આફત
  • 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઈડ રેસ્ક્યૂ કરાયું
  • ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની

Heavy Rain: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઈડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઈડ ઝોનમાં અચાનક ભુસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.

યાત્રાળુઓને સ્લાઈડઝોનમાંથી બહાર કાઢ્યા

દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત SDRFના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઈડઝોનમાંથી બહાર કાઢ્યા હતાં. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઈડ ઝોનમાં ફસાયા હતાં. ગત રવિવારે ભારે વરસાદ અને ભુસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની હતી.

Advertisement

Advertisement

યમુનોત્રી રૂટ પર ફસાયેલા 250 થી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

યમુનોત્રી હાઇવે પર વાદળ ફાટવાની ઘટનાના ચોથા દિવસે, સિલાઈ બંધથી આગળ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી નથી. ત્યાં રાહદારીઓની અવરજવર સરળ છે, પરંતુ ભય હજુ પણ છે. બુધવારે, સ્યાનચટ્ટી અને જાનકીચટ્ટી વચ્ચે ફસાયેલા લગભગ 254 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘટનામાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે NDRF દ્વારા સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી.

હિમાચલમાં આભ ફાટતાં 63ના મોત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.

વીજ-પાણી પુરવઠો બંધ

હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભુસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. 918 વીજ ટ્રાન્સફોર્મર, 683 પેયજળ સુવિધાઓ ઠપ થઈ છે. વીજ અને પાણી સેવા ખોટવાતાં સ્થાનિકો હાલાકીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીના કારણે અંદાજે રૂ. 40702.43 લાખનું નુકસાન થયુ છે.

Tags :
Advertisement

.

×