Tamilnadu માં ટિપર લોરી-બસ વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત
- તમિલનાડુમાં ગમખ્વાર અકસ્માત
- મુસાફરોથી ભરેલી બસ ટિપર લારી સાથે અથડાઈ
- 5 મુસાફરોના મોત અને 10થી વધુ લોકો ઘાયલ
Accident in Tamil Nadu : તમિલનાડુમાંથી એક માર્ગ અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ટીપરની લારી અને બસ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
તમિલનાડુમાંથી એક માર્ગ અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. એક ટિપર લારી અને બસ સામસામે અથડાયા, જેના પરિણામે 5 લોકોના મોત થયા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Tamil Nadu | Visuals from the KG Kandigai area where 5 people lost their lives in a Tipper Lorry, and Bus collision near Thiruttani. As per Tiruttani Police, 10 others are in critical condition and admitted to Thiruttani General Hospital pic.twitter.com/cfLFlDwItJ
— ANI (@ANI) March 7, 2025
આ દુર્ઘટના શુક્રવારે તમિલનાડુના કેજી કંડિગાઈ વિસ્તારમાં તિરુથન્ની પાસે થઈ હતી. મુસાફરોથી ભરેલી બસ પાછળથી આવતી ટિપર લારી સાથે અથડાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
5 મુસાફરોના મોત, 10થી વધુ લોકો ઘાયલ
બસ અને લારી વચ્ચેની ભયાનક અથડામણમાં 5 મુસાફરોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ તિરુથાની પોલીસ સ્ટેશનમાં કરી. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા હતા.
આ પણ વાંચો : ભાષા વિવાદ અને સીમાંકન મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા


