Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cabinet Meeting : ઉજ્જવલા,LPG અને શિક્ષણ અંગે કેબિનેટનાં 5 મોટા નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠકમાં રૂ. 52,667 કરોડના મોટા પેકેજને મંજૂરી આપી છે જેમાં પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે.
cabinet meeting   ઉજ્જવલા lpg અને શિક્ષણ અંગે કેબિનેટનાં 5 મોટા નિર્ણય
Advertisement
  • કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ (Modi Cabinet)
  • બેઠક સરકારે પાંચ મોટા નિર્ણયો લીધા
  • 10 કરોડ 33 લાખ લોકોને ફાયદો થશે
  • LPG 30 હજાર કરોડનું વધારાનું બજેટ નક્કી

Modi Cabinet : કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક (Modi Cabinet)યોજાઈ હતી. જેમાં સરકારે પાંચ મોટા નિર્ણયો લીધા હતા. સરકારે ઉજ્જવલા યોજના માટે 12060 કરોડના વધારાના બજેટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી 10 કરોડ 33 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત, સરકારે સસ્તા LPG સિલિન્ડર માટે 30 હજાર કરોડનું વધારાનું બજેટ નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે રક્ષાબંધન પર સામાન્ય જનતા તેમજ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મોટી રાહત આપી છે.

જ્જ્વલા યોજનામાં રૂ. 12,060 કરોડની સબ્સિડી મંજૂર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે ટેક્નિકલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સને મજબૂત બનાવવા માટે રૂ. 4,200 કરોડની મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ઉજ્જ્વલા યોજના હેઠળ 2025-26 માટે રૂ. 12,060 કરોડની સબ્સિડી પણ મંજૂર કરવામાં આવી છે.

Advertisement

Advertisement

LPG ના ભાવમાં વધારો નહીં થાય (Modi Cabinet)

કેબિનેટે તેલ વિતરણ કંપનીઓ (OMCs) માટે 30,000 કરોડ રૂપિયાની એલપિજી સબ્સિડીને પણ મંજૂરી આપી છે, જેના કારણે એલપીજીના ભાવમાં વધારો નહીં થાય. આ બેઠકમાં પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને અસમ અને ત્રિપુરા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બે રાજ્યો માટે રૂ. 4,250 કરોડનું વિશેષ વિકાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે.

આ પણ  વાંચો -UP Bus Accident : બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત,જુઓ video

10.33 કરોડ ઉજ્જ્વલા કનેકશન્સ (Modi Cabinet)

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાને સમાવિષ્ટ વિકાસ માટે વિશ્વભરમાં માન્યતા મળી છે. આ યોજના સામાન્ય લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. અત્યાર સુધીમાં 10.33 કરોડ ઉજ્જ્વલા કનેકશન્સ આપવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -CEO :રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

મધ્યમ વર્ગના લોકોને ઓછા ભાવે એલપીજી ગેસ

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મધ્યમ વર્ગના લોકોને ઓછા ભાવે એલપીજી ગેસ મળી રહે તે માટે કેન્દ્રિય કેબિનેટે રૂ. 30,000 કરોડની સબ્સિડીને મંજૂરી આપી છે. હાલની વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓને કારણે ગેસના ભાવોમાં ચઢાવ-ઉતાર જોવા મળે છે, અને તેનાં અસરથી લોકોને બચાવવા માટે આ સબ્સિડી આપવામાં આવી રહી છે.

ટેક્નિકલ સંસ્થાઓ માટે યોજના

શુક્રવારના રોજ કેન્દ્રીય કેબિનેટે 175 ઇજનેરિંગ સંસ્થાઓ અને 100 પોલીટેકનિક સંસ્થાઓ સહિત કુલ 275 ટેક્નિકલ સંસ્થાઓમાં બહુવિષયક શિક્ષણ અને સંશોધન સુધારણા (Multidisciplinary Education and Research Improvement in Technical Education) યોજનાના અમલ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ યોજના કેન્દ્રિય ક્ષેત્રની યોજના છે, જેનું કુલ વિત્તીય બોજું વર્ષ 2025-26 થી 2029-30 સુધી માટે રૂ. 4,200 કરોડ રહેશે. આમાંથી 2,100 કરોડ રૂપિયા વિશ્વ બેંકમાંથી લોન તરીકે મળનાર છે.

Tags :
Advertisement

.

×