5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન, હવે સાથે આત્મહત્યા કરી; પતિ-પત્નીએ કેમ ભર્યું આ પગલું?
- કાનપુરમાં એક પ્રેમી યુગલે શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી
- આ બંનેના આત્મહત્યાનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી
- બંને ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યા હતા
Kanpur couple suicide Case : ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દંપતીએ સાથે મળીને કોઈ ઝેરી પદાર્થ પી લીધો છે. જેના કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. લાંબા સમય સુધી પ્રેમ સંબંધમાં રહ્યા બાદ, બંનેએ પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. જ્યારે બંનેના પરિવારોએ તેમના લગ્નનો વિરોધ કર્યો, ત્યારે તેઓએ તેમના પ્રેમ માટે ઘર પણ છોડી દીધું હતુ અને પંકી વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. હવે બંનેના એકસાથે મૃત્યુના સમાચારથી બધા ચોંકી ગયા છે.
બંને ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તપાસમાં આ બંનેના આત્મહત્યાનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી. પડોશના લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, બંને ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, પોલીસ પોતે જ આશ્ચર્યચકિત છે કે, આ બંનેએ અચાનક આત્મહત્યા કેમ કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, સલોની સચાન અને અલ્કેશ સચાન, મૂળ કાનપુરના નૌબસ્તાના રહેવાસી, એકબીજાને પ્રેમ કરતા હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમના પરિવાર કોઈપણ સંજોગોમાં આ સંબંધ માટે તૈયાર નહોતા.
આ પણ વાંચો : 12 દિવસ પહેલા થયું હતુ પિતાનું અવસાન, મૃતદેહ હજુ સુધી દફનાવ્યો નથી; પુત્ર સુપ્રીમ કોર્ટના શરણે
ઘરેથી ભાગીને લગ્ન કર્યા
આવી સ્થિતિમાં, બંનેએ ઘર છોડવાનું નક્કી કર્યું અને ભાગી ગયા અને પાંચ વર્ષ પહેલા લગ્ન કરી લીધા. આ પછી, બંને પંકીના પતરસા ગામમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને અહીં ખુશીથી રહેતા હતા, પરંતુ રવિવારે મોડી રાત્રે માહિતી મળી કે, બંનેએ ઝેર પી લીધું છે. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. આ ઘટના પાછળના કારણો શોધવા માટે પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે.
ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી
માત્ર પોલીસ જ નહીં, પરિવારના સભ્યો પણ વિચારી રહ્યા છે કે બંનેએ સાથે રહેવા માટે પરિવાર સાથે લડાઈ કરી હતી અને અલગ રહેવા લાગ્યા હતા. પણ માત્ર પાંચ વર્ષમાં એવું શું થયું કે બંનેને આટલું મોટું પગલું ભરવું પડ્યું? પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ નથી કે તેમણે પોતે ઝેર પીધું હતું કે કોઈએ તેમને ઝેર આપ્યું હતું.
આ પણ વાંચો : Kerala Court: ભવિષ્યવાણીના ચક્કરમાં પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ,કોર્ટે ગર્લફ્રેન્ડને આપી આકરી સજા


