LoC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 75 મિનિટની બેઠક, શું ચર્ચા થઈ?
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ
- બંને દેશો વચ્ચે 75 મિનિટ સુધી ચાલી મીટિંગ
- સરહદની શાંતિ પર ભાર મૂક્યો
LoC: શુક્રવારે ભારતઅને પાકિસ્તાનવચ્ચે ફ્લેગ (India-Pak Flag Meet)મીટિંગ યોજાઇ. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની તાજેતરની અનેક ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેની ફ્લેગ મીટિંગ લગભગ 75 મિનિટ સુધી ચાલી હતી. છેલ્લા ઘણા અઠવાડિયાથી નિયંત્રણ રેખા પર તણાવ છે, ત્યારબાદ આ બેઠક થઈ.
યુદ્ધવિરામ સહિતના અનેક મુદ્દાઓ થઈ ચર્ચા
બેઠકમાં 2021 થી નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ જાળવી રાખવા, નિયંત્રણ રેખાને તણાવમુક્ત બનાવવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિ સધાઈ હતી. ભારત વતી, પૂંછ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાના બે પાકિસ્તાની બ્રિગેડના કમાન્ડરોએ ફ્લેગ મીટિંગમાં ભાગ લીધો હતો.
Poonch, J&K: A Brigade Commander-level flag meeting between the Indian and Pakistani armies was held at Chakkan Da Bagh along the LoC. The discussion focused on reducing tensions from recent ceasefire violations by Pakistan and ensuring peace and stability along the border pic.twitter.com/s08VpJbHEs
— IANS (@ians_india) February 21, 2025
છેલ્લી ફ્લેગ મીટિંગ વર્ષ 2021 માં યોજાઈ હતી
છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ ફ્લેગ મીટિંગ થઈ નથી. છેલ્લી ફ્લેગ મીટિંગ વર્ષ 2021 માં યોજાઈ હતી. પાકિસ્તાન સરહદ પર સતત નાપાક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ, જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખાના અખનૂર સેક્ટરમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે સૈનિકો શહીદ થયા હતા.
આ પણ વાંચો-દિલ્હીના નવા CM રેખા ગુપ્તા એક્શનમાં, AAP ના અંગત સ્ટાફને બરતરફ કર્યા
LOC પર બની રહેલી ઘટનાઓએ ચિંતા વધારી છે
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત કાવતરાં ઘડી રહ્યું છે. તાજેતરના સમયમાં, નિયંત્રણ રેખા પર મોટા પાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે. બુધવારે, રાજૌરીમાં નિયંત્રણ રેખા પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો. પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો ભારતે પણ જવાબ આપ્યો. આ પહેલા પૂંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો.
આ પણ વાંચો-Sourav Ganguly નો ભયાનક અકસ્માત, અચાનક ટ્રક સામે આવી ગયો અને...
સેના નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે.
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ કાવતરાં ઘડે છે પરંતુ બહાદુર ભારતીય સૈનિકો દર વખતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપે છે અને તેને દર વખતે હારનો સામનો કરવો પડે છે.


