જે પોલીસ કર્મચારી અત્યાચાર કરશે તેના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ થશે, બબ્બર ખાલસાની ખુલી ધમકી
- જે પોલીસ કર્મચારી અત્યાચાર કરશે તેની વિરુદ્ધ કાર્યવાહી
- પોલીસ કર્મચારીના ઘરની બહાર વિસ્ફોટ કરવાની આપી ધમકી
- પંજાબના બબ્બર ખાલસા ગ્રુપ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને સંદેશ
નવી દિલ્હી : આ વિસ્ફોટ બટાલાના ડેરા બાબા નાયકના ગામ રાયમલમાં થયો. આ વિસ્ફોટ પોલીસ કર્મચારીના ઘરની બહાર કરવામાં આવ્યો જેના કારણે ઘરના કાચ પણ તુટી ગયા હતા. જો કે સારી બાબત છે કે, તેમાં કોઇ પ્રકારનાં જાનમાલના નુકસાનના સમાચાર નથી.
પંજાબના ગુરદાસપુરમાં થયો હતો વિસ્ફોટ
પંજાબના ગુરદાસપુરમાં ગત્ત રાત્રે એક વિસ્ફોટ થયો હતો અને તેની જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી હૈપ્પી પાસિયા તથા તેના સાથી શેરાએ લીધી હતી. તેમણે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ વિસ્ફોટ બટાલાનાં ડેરા બાબા નાયકનાં ગામ રાયમલમાં થઇ હતી. આ વિસ્ફોટ પોલીસ કર્મચારીના ઘરની બહાર કરવામાં આવ્યો. જેના કારણે ઘરના કાચ તુટી ગયા હતા. જો કે તેમાં કોઇને ઇજા પહોંચી નથી.
પોસ્ટમાં બબ્બર ખાલસાએ કર્યો વિસ્ફોટનો ઉલ્લેખ
પોસ્ટમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી હૈપ્પી પાસિયાએ લખ્યું કે, આજે ગામ રાયમલમાં જતિંદર પોલીસ વાળાના ઘરની બહાર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી હું હૈપ્પી પાસિયા તથા ભાઇ શેરા માન લઇ રહ્યા છીએ. થોડા મહિનાઓ પહેલા તેણે કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે મારા પરિવારના લોકો સાથે ગેરવર્તણુંક કરી હતી. મારા ઘરનું ડીવીઆર ઉતારી લીધું હતું. પહેલા પણ તેણે રમદાસ વિસ્તારમાં અન્ય કેટલાક પરિવારો સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. જે અમે પહેલા સહન કર્યું તે હવે નહીં કરીએ.
ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ રહે સાવધાન
જે પણ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારીને પોતાનો પાવર બતાવવાનો શોખ છે તેઓ એકવાર પોતાના પરિવાર તરફ જોઇ લે પછી વિચારીને અન્ય લોકો પર અત્યારાચ કરે. અમારી તરફથી ઇંટનો જવાબ પથ્થર દ્વારા મળશે. જે પ્રકારે પોલીસ ફેક એન્કાઉન્ટર કરવાથી નથી હટી રહ્યા અને અયોગ્ય રીતે પરિવારોને પરેશાન કરી રહ્યા છે તેવા તમામ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરીને જવાબ આપવામાં આવશે. જેમાં પોલીસ અધિકારીઓ ટાર્ગેટ હશે. વાહે ગુરુ જીકા ખાલસા, વાહે ગુરૂજીકી ફતેહ.
આ પણ વાંચો : યુપીમાં પેઇન્ટિંગ બનાવીને 4 વર્ષની પુત્રીએ ખોલ્યું માતાનું રહસ્ય


