Mumbai : સરકારી અધિકારીએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે પૈસા ગણી કંટાળેલી પત્નીએ આપઘાત કર્યો
- મુંબઈના સમતા નગર પોલીસ સ્ટેશનમાં એક હૃદયદ્રાવક ઘટના બની
- MHADAના સબ-રજીસ્ટ્રાર બાબૂરાવ કટરે પર આક્ષેપ મૂકવામાં આવ્યો
- મહિને 40 થી 50 લાખ રૂપિયા બ્લેક મની લેતા હતા
- પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Mumbai Black Money Case : મુંબઈના સમતા નગર પોલીસ સ્ટેશનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં MHADAના સબ-રજીસ્ટ્રાર બાબૂરાવ કટરે પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તે દર મહિને 40 થી 50 લાખ રૂપિયા બ્લેક મની લેતા હતા.આ જ ચિંતામાં તેણે ગઈકાલે પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
શું હતી ઘટના?
બાબૂરાવ ક્ટરેના કાળા ધનને લઈને તેની પત્ની રેનુ કટરે વારંવાર તેમને ટોકતી હતી. પત્ની રેનુના સમજાવ્યા છતાં બાબૂરાવ તેમની વાત માન્યા નહીં અને બ્લેક મનીને વ્હાઇટ મનીમાં બદલવા માટે તે તેમના સસરા પર દબાણ પણ કરતો હતો. આ કારણે પતિ-પત્ની વચ્ચે સતત બોલાચાલી થતી હતી. રેનુ આ વાતને લઈને સતત ચિંતામાં રહેતી. આ જ ચિંતામાં તેણે ગઈકાલે પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો -Monsoon Session : ઓપરેશન સિંદૂર' મામલે વિપક્ષના આરોપ પર વિદેશમંત્રીના પ્રહાર!
રેનુના આત્મહત્યાનું કારણ
આ કેસને લઈને રેનુના ભાઈએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ખાસ કરીને બાબૂરાવ પર આરોપ મૂક્યા છે કે તે દર મહિને 40 થી 50 લાખ રૂપિયાની અયોગ્ય કમાણી કરતો હતો. રેનુ તે કાળી કમાણીના વિરોધમાં હતી, અને તે કહેતી હતી કે. આ પૈસા ઘરમાં લાવવાથી બાળકો પર ખરાબ અસર પડશે. બાબૂરાવ મની વ્હાઇટ કરવા માટે રેનુના પિતા પર પણ દબાણ કરતો હતો. રેનુના પિતાની ના કહેવા છતાં, જ્યારે પતિ માન્યો નહીં તો રેનુ હિંમત હારી ગઈ અને આ પગલું ભર્યું.
આ પણ વાંચો -Loksabha : સંસદમાં રાજનાથ સિંહના ભાષણ વચ્ચે રાહુલ ગાંધીએ ઊભા થઈને પૂછ્યો સવાલ
ક્યારે બની હતી ઘટના?
આ પરિસ્થિતિમાં રેનુ અને તેનો પરિવારે બાબૂરાવ સાથે વાત કરવા માટે પુણેમાં ભેગા થવાનું નક્કી કર્યું હતું. આ ચર્ચામાં રેનુના પિતા બાબૂરાવ સાથે સીધી વાતચીત કરવા માંગતા હતાં, પરંતુ રેનુના પતિએ આ સમયે મળવાની ના પાડી દીધી અને આ વાતથી રેનુને ખૂબ જ દુખ થયું હતું. એ જ સાંજે રેનુએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી.હાલમાં, બાબૂરાવ કટરે ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી છે. આ મામલે IPC કલમ 306 અને અન્ય સંબંધિત કલમોમાં ગુનો દાખલ થયો છે. રેનુના ભાઈએ ઊંડાણ પૂર્વક તપાસની માંગણી કરી છે અને જણાવ્યું છે કે ગુનાહિત વ્યક્તિને ઝડપથી સજા થાય.


