માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલ ફાટતાં 8 વર્ષની બાળકીનું મોત
નાના બાળકોને જો તમે વધારે સમય માટે મોબાઈલ ફોન જોવા માટે આપતા હોવ તો ચેતી જજો. કારણ કે દક્ષિણના રાજ્ય કેરળમાંથી આંખ ખોલનારો એક કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં કેરળમાં મોબાઈલ ફોન ફાટતા એક આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે તે મોબાઈલ જોઈ રહી હતી.
તમને જણાવી દઈ કે, આ મામલો ત્રિશૂર જિલ્લાનો છે. આદિત્યશ્રી નામની યુવતી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી. ત્યારબાદ વિસ્ફોટ થયો અને તેના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ, મહત્વનુ છે કે સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે. આ ઘટના સોમવાર રાતના 10.30 કલાકે થઈ હતી.
છોકરી લાંબા સમય સુધી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી
આદિત્યશ્રી મોબાઈલમાં લાંબા સમયથી વીડિયો જોઈ રહી હતી ત્યારે અચાનક મોબાઈલ ઓવરહીટ થવાના કારણે બ્લાસ્ટ થયો હતો. છોકરી તિરુવિલામાલાની ન્યૂ લાઈફ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. પરિવારજનોનું કહેવું છે કે આ સેકન્ડ હેન્ડ મોબાઈલ અમે ત્રણ વર્ષ પહેલા ખરીદ્યો હતો. બાળકી રાત્રે સૂતી વખતે વીડિયો જોઈ રહી હતી અને તેમાં ધડાકો થયો હતો. હાલમાં આ માહિતી મળી નથી કે ફોન કઈ કંપનીનો છે.
આ પણ વાંચો : Cough Syrup: WHO કહે છે કે ભારતમાં ઉત્પાદિત અન્ય એક કફ સિરપ પણ દૂષિત છે, તાત્કાલિક પગલાં લેવાની ભલામણ


