Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BIHAR: શાળા છુટતા જ પ્રિન્સિપાલ ઓરડામાં જઇને રસોઇયા સાથે બનાવતા 'સ્પેશિયલ રસોઇ' ઝડપાયા

Bihar ની એક શાળામાં પ્રિંસિપાલ શાળાના જ રસોઇયા સાથે શરમજનક સ્થિતિમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે
bihar  શાળા છુટતા જ પ્રિન્સિપાલ ઓરડામાં જઇને રસોઇયા સાથે બનાવતા  સ્પેશિયલ રસોઇ  ઝડપાયા
Advertisement
  • બિહારના મધુબની જિલ્લામાં ચોંકાવનારી ઘટના
  • શિક્ષક રસોઇયા સાથે વિવાદાસ્પદ સ્થિતિમાં દેખાયો
  • શિક્ષક ફરાર થયો, રસોયાએ તેની સાથે રહેવાની જીદ કરી

Bihar ના મધુબની જિલ્લાના હરલાખી વિસ્તારનીની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ શાળાના પ્રિંસિપાલ આશુતોષ કુમાર પોતાની જ શાળાના રસોઇયા સાથે બિભત્સ હાલતમાં મળી આવ્યા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. જો કે હેડમાસ્તર ઘટના સ્થળેથી ફરાર થઇ ચુક્યા છે. હેડમાસ્ટરની પત્નીએ ગ્રામીણોની મદદથી તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : Hyderabad Rave party માં પોલીસના દરોડા, CM ની નજીકના સંબંધીની ધરપકડ

Advertisement

પત્નીએ જ દરોડો પાડી પ્રિંસિપાલને ઝડપી લીધો

Madhubani News : જિલ્લાની એક શાળાના હેડમાસ્ટર પોતાના જ રસોઇયા સાથે શરમજનક સ્થિતિમાં ઝડપાયા હતા. આશુતોષ કુમાર હરખાલી પ્રાથમિક શાળામાં છે. ચોંકાવનારી બાબત છે કે, હેડમાસ્ટરને તેમની પત્નીએ ગ્રામીણોની મદદથી રંગેહાથ ઝડપાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને કારણે હાલ ચકચાર મચી ગઇ છે.

Advertisement

આ પણ વાંચો : BMW માં આવેલી મહિલાએ દુકાન બહાર એવી હરકત કરી કે VIDEO થયો VIRAL

હેડમાસ્ટરના રસોઇયા સાથે સંબંધ

આશુતોષ કુમારનું ઘર કલુઆહી પોલીસ સ્ટેશન વિસ્તારના રાઢ ગામનો છે. રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી રસોઇયા સાથે બિનકાયદેસર સંબંધ હતા. હેડમાસ્તરની પત્નીને તેના પતિના આ સંબંધો અંગે માહિતી હતી. તેણે અનેક વાર તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે માનતો નહોતો.

આ પણ વાંચો : Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત

પત્નીએ ગ્રામીણો સાથે પાડ્યો દરોડો

શિક્ષક પતિના વલણથી પરેશાન પત્નીએ પોતે જ પોતાના પતિને રંગેહાથ ઝડપી લેવા માટેની યોજના બનાવી હતી. તે ચુપચાપ પતિની શાળાએ પહોંચી ગઇ હતી. સ્થાનિક ગ્રામીણો સાથે તે શાળાએ પહોંચી ગઇ હતી. શાળાએ જોયું તો શિક્ષક શાળાના રસોઇયા સાથે શરમજનક સ્થિતિમાં હતા. ગ્રામીણોએ હેડમાસ્ટરને ઝડપી લીધો હતો. હોબાળો થતા જ પોલીસને બોલાવી લેવાઇ હતી. જો કે પોલીસ પહોંચે તે પહેલા જ શિક્ષક ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો : Panchmahal: મોરવા હડફના ભંડોઇ ગામે 3 યુવકનું વીજ કરંટ લાગતા મોત,પંથકમાં શોકનો માહોલ

રસોયાની હેડમાસ્ટર સાથે રહેવાની જીદ્દ

હોબાળો થતા જ રસોઇયાએ હેડમાસ્તર સાથે રહેવા માટેની જીદ્દ કરી હતી. જેના કારણે ગ્રામીણો અને લોકો વચ્ચે બબાલ થઇ ગઇ હતી. જેના કારણે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ તો પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આવી ત્યારે હેડમાસ્ટર ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો : પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?

Tags :
Advertisement

.

×