Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવકે પોતાની પ્રેમિકાને હોટલમાં બોલાવી ખુબ દારુ પીધો પછી સેક્સ પાવરની દવા લીધી અને...

દિવ્યાંશુએ દિલ્હીથી પોતાની ગર્લફ્રેંડને પણ બોલાવી હતી. આ દરમિયાન તેણે હોટલના રૂમાં દારૂનું સેવન કર્યું અને સેક્સ પાવર વધારનારી ગોળીનું પણ સેવન કર્યું હતું.
યુવકે પોતાની પ્રેમિકાને હોટલમાં બોલાવી ખુબ દારુ પીધો પછી સેક્સ પાવરની દવા લીધી અને
Advertisement
  • યુવકના રૂમમાંથી દારૂની બોટલ, સેક્સ પાવરની ગોળી મળી
  • યુવકના પરિવારને પોલીસ દ્વારા સમગ્ર મામલે જાણ કરવામાં આવી
  • ખાનગી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરતો હતો યુવક

Crime News : દિવ્યાંશુએ દિલ્હીથી પોતાની ગર્લફ્રેંડને પણ બોલાવી હતી. આ દરમિયાન તેણે હોટલના રૂમાં દારૂનું સેવન કર્યું અને સેક્સ પાવર વધારનારી ગોળીનું પણ સેવન કર્યું હતું. રૂમમાં મળેલી દારૂની બોટલ અને સેક્સ પાવર વધારનારી દવાના રૈપર પરથી તે સિદ્ધ થાય છે.

યુવકનું મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નિપજ્યું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એક યુવકનું મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અચાનક હાલત બગડવાના કારણે મોત થઇ ગયું હતુ. યુવકે દિલ્હીથી પોતાની ગર્લફ્રેંડને હોટલમાં મળવા માટે બોલાવી હતી. પોલીસને હોટલના રૂમમાં દારૂની બોટલ અને સેક્સ પાવર વધારવાની દવાનું પેકેટ મળી આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં HMPV સંક્રમિત મહિલાનું મોત, પહેલાથી મહિલાને આ બિમારીઓ હતી

Advertisement

પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ ટુર પર ગયો હતો યુવક

પ્રાઇવેટ કંપનીમાં સારા પદ પર નોકરી કરતો યુવક બિઝનેસ ટુર પર ગ્વાલિયર આવ્યો હતો. પોલીસનો દાવો છે કે, મંગળવારે રાત્રે દિવ્યાંશુએ દિલ્હીથી પોતાની ગર્લફ્રેંડને પણ બોલાવી હતી. આ દરમિયાન તેણે હોટલના રૂમમાં દારૂનું સેવન કર્યું અને સેક્સ પાવર વધારનારી દવાનું સેવન કર્યું હતું. રૂમમાં મળેલી દારૂની બોટલ અને સેક્સ પાવર વધારવાની દવાના રૈપર તેની પૃષ્ટિ કરે છે.

ગર્લફ્રેંડ સાથે 1 કલાક રૂમમાં રહ્યો યુવક

ગર્લફ્રેંડ આવ્યા બાદ દિવ્યાંશુ આશરે એક કલાક સુધી અંદર રહ્યો. જો કે ત્યાર બાદ રાત્રે 11 વાગ્યે દિવ્યાંશુંનું અચાનક તબિયત લથડી હતી. દિવ્યાંશુ બેઠા બેઠા ગભરાવા લાગ્યો અને પરસેવો વળવા લાગ્યો હતો. ગર્લફ્રેંડના કહેવાથી હોટલ સ્ટાફ તાત્કાલીક પોલીસને માહિતી આપી અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ દિવ્યાંશુનું મોત થઇ ગયું હતું.

આ પણ વાંચો : Cabinet Decision: મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ,જાણો કેટલી વધશે સેલેરી

પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી

પોલીસે દિલ્હીથી આવેલી ગર્લફ્રેંડની અટકાયત કરીને શબને ડેડ હાઉસમાં રાખ્યું છે. સાથે જ મૃતક પરિવારજનોને પણ માહિતી આપવામાં આવી. ડોક્ટરે પણ નશા બાદ સેક્સ પાવરના ઓવર ડોઝથી યુવકના મોતની આશંકા વ્યક્ત કરી છે. મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવી શકે છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, લખઉથી મૃતકના પરિવાર આવ્યા બાદ જ પોસ્ટમોર્ટમ થઇ શકે છે. પોલીસે હોટલથી મૃતકની ગર્લફ્રેંડની પણ પુછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : ચીની એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, ભારત બાદ હવે અમેરિકામાં પણ TikTok બંધ થશે

Tags :
Advertisement

.

×