ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Supreme Court : SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો (Supreme Court) બિહારના મતદારોને મોટી રાહત યાદીમાં સુધારા માટે આધાર કાર્ડ પણ માન્ય ગણાશે Supreme Court: બિહારના (Bihar SIR )મતદારોને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો છે....
04:16 PM Aug 22, 2025 IST | Hiren Dave
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો (Supreme Court) બિહારના મતદારોને મોટી રાહત યાદીમાં સુધારા માટે આધાર કાર્ડ પણ માન્ય ગણાશે Supreme Court: બિહારના (Bihar SIR )મતદારોને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો છે....
Bihar SIR Supreme Court

Supreme Court: બિહારના (Bihar SIR )મતદારોને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે, મતદાર યાદીમાં સુધારા માટે 11 દસ્તાવેજોમાં આધાર કાર્ડને પણ સામેલ કરો. તેમજ બિહારમાં મતદારોની યાદીમાંથી બહાર થયેલા મતદારોની અપીલ સ્વીકારવા અને સહાયતા પ્રદાન કરો.

SC એ ચૂંટણી પંચને આદેશ આપ્યો  (Supreme Court)

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોની અરજી ઓનલાઈન સ્વીકારવાની રહેશે. તેઓ ડોક્યુમેન્ટ્સને ભૌતિક સ્વરૂપે રજૂ કરવા દબાણ કરી શકશે નહીં.

આ પણ  વાંચો -CM Rekha Gupta: દિલ્હીના CM રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક,શખ્સે કાર્યક્રમમાં ઘુસી લગાવ્યા નારા

આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે  (Supreme Court)

સુપ્રીમ કોર્ટે બિહારના ચૂંટણી અધિકારીને કોર્ટના કામકાજમાં રાજકીય પક્ષોને પક્ષકાર બનાવવા તેમજ દાવાઓની સ્થિતિમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બિહારમાં મતદારોની યાદીના વિશેષ નિરીક્ષણ (SIR) હેઠળ દૂર કરવામાં આવેલા મતદારોના નામ રાજકીય પક્ષો સમક્ષ રજૂ ન કરવા આશ્ચર્યજનક છે. અમે બિહારમાં SIR દરમિયાન મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને ઓનલાઈન અપીલ કરવા મંજૂરી આપીશું. જેમની પાસે આધાર કાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજ છે. તો તેમના નામ પુનઃ યાદીમાં દાખલ કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ થશે.

આ પણ  વાંચો -'નમસ્તે સદા વત્સલે માતૃભૂમે', ડી.કે. શિવકુમારના મુખેથી RSS ની પ્રાર્થના સાંભળતા નેતાઓ સ્તબ્ધ

મતદાર તરીકે દાવા અરજીમાં કરવી પડશે મદદ

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો અને તેમના રાજ્યના બુથ સ્તરના એજન્ટ્સને નિર્દેશ કર્યો છે કે, તેઓએ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને મતદાર તરીકે દાવો કરવા માટે જરૂરી તમામ મદદ કરવાની રહેશે. તેમની દાવા અરજી માટે ફોર્મ ભરવા સલાહ આપવી પડશે. બિહારના 12 રાજકીય પક્ષોને કે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર ન થયા હોય તેમને SIR કેસમાં સામેલ થવા આદેશ આપ્યો છે. વધુમાં, બેન્ચે સ્પષ્ટ કર્યું કે દાવા માટે ફોર્મ ECI દ્વારા મૂળ રૂપે સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે અથવા આધાર કાર્ડ સાથે સબમિટ કરી શકાય છે. BLA દ્વારા સબમિટ કરાયેલા વાંધાઓ માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સ્વીકૃતિ રસીદો જારી કરી રહ્યા ન હોવાની ચિંતા વ્યક્ત થયા પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં પણ ફિઝિકલી ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હોય ત્યાં BLOs રસીદ આપવાની રહેશે.

Tags :
11 documents valid for voter registrationAadhaar card valid for voter ID updateBihar assembly elections 2025 newsBihar elections 2025 latest updateBihar SIR controversy Supreme CourtBihar voter list revision 2025Deleted voters Bihar SIR issueECI Aadhaar link voter listECI Bihar electoral roll 2025Supreme Court on Bihar SIRSupreme Court order on voter listVoter friendly SIR process Bihar
Next Article