Delhi Liquor Policy Case: આપ નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો
દિલ્હી શરાબ નીતિ કાંડમાં સુપ્રીમે કોર્ટે આપ્યો ચુકાદો
દિલ્હી શરાબ કાંડનાં કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને કોઈ રાહત મળે તેવું લાગી રહ્યું નથી. કારણ કે... સંજય સિંહ દ્વારા વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાં આરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે દ્વારા અરજી ના-મંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આપ પાર્ટી સાંસદ સંજય સિંહની જામીન અરજીની અપીલ કરાઈ હતી. પરંતુ તાજેતરામાં સુપ્રિમ કોર્ટ દ્વારા પણ તેમના વચગાળાના જામીન આપવા પર અસહેમતી જાહેક કરી છે. તે સહિત રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 21 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.
સંજ્ય સિંહની ધરપકડ યોગ્ય છે
સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરીને કહ્યું હતું કે દિલ્હી શરાબ નીતિ કાંડમાં થયેલ તેમની ધરપકડ યોગ્ય નથી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે નોટિસ જારી કરી હતી અને સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને EDને જવાબ આપવા કહ્યું હતું.
કેન્દ્રીય તપાસ એજન્સી ED પહેલાથી જ રાઉઝ એવન્યુ કોર્ટમાં આમ આદમી પાર્ટીના સાંસદ વિરુદ્ધ 60 પાનાની પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.
આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ થશે
આ ચાર્જશીટ મુજબ શરાબ નીતિ કાંડમાં તેમની ધરપકડ યોગ્ય રીતે થયેલ છે તે સાબિત થાય છે.
જો કે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન AAP નેતાને નીચલી કોર્ટમાં જામીન માટે પ્રયત્નો કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે જામીન અરજીમાં ઉઠાવવામાં આવેલા કાયદાકીય પ્રશ્નોની સુનાવણી 5 ફેબ્રુઆરીએ કરવાનું કહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાન બોર્ડર પાસે નવા ‘તેજસ’ ફાઈટર જેટ તૈનાત કરશે…વાંચો અહેવાલ


