AAP ધારાસભ્યએ રાજકારણથી ઉપર ઉઠીને બ્રાન્ડ ગોવા બનાવવા બદલ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પ્રશંસા કરી
- પ્રમોદ સાવંતે 7.5 MLD ક્ષમતાવાળા ગટર શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
- વેંજી વિગાસે ડૉ. પ્રમોદ સાવંતની તેમના મતવિસ્તારમાં થયેલી પ્રગતિ માટે પ્રશંસા કરી
- તેમણે રાજકારણથી ઉપર ઉઠીને ગોવા બ્રાન્ડ બનાવવાનું કામ કર્યું
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય વેંજી વિગાસે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતના તેમના મતવિસ્તારમાં થયેલી પ્રગતિ માટે પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, "હું ડૉ. પ્રમોદ સાવંતનો આભાર માનવા માંગુ છું. તેઓ ભાજપમાંથી છે અને હું આમ આદમી પાર્ટીમાંથી છું. છતાં, તેમણે રાજકારણથી ઉપર ઉઠીને ગોવા બ્રાન્ડ બનાવવાનું કામ કર્યું. હું તેમનામાં ગોવાના પહેલા મુખ્યમંત્રી દયાનંદ બાંદોડકરને જોવુ છું."
વેંજી વિગાસ બેનૌલિમથી AAP ધારાસભ્ય છે
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બેનૌલિમ વિધાનસભા મતવિસ્તારના કોલાવા ગામમાં 7.5 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) ક્ષમતાવાળા ગટર શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ત્યારે વેંજી વિગાસે આ ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ મંત્રી એલેક્સિયો સેક્વીરા અને ધારાસભ્ય વેન્ઝી વિએગાસ પણ હાજર હતા. વેંજી વિગાસ બેનૌલિમથી AAP ધારાસભ્ય છે.
#WATCH | Goa: AAP MLA Venzy Viegas says, "I would like to appreciate and thank Dr. Pramod Sawant, he being from the BJP and I am from AAP, I want to correlate him to Dayanand Bandodkar (first CM of Goa), for keeping politics aside and working towards making Brand Goa."… pic.twitter.com/J643OJZUSH
— ANI (@ANI) January 17, 2025
આ પ્લાન્ટનો ઉદ્દેશ સ્થાનિક પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો
આ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ગોવા સીવરેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટનો ઉદ્દેશ સ્થાનિક પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો છે, તેમજ પ્રદેશની માળખાગત જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.
આ પણ વાંચો : જેલના વાતાવરણ પર સુપ્રીમ કોર્ટ સખ્ત, જાણો કઈ બાબતો પર ભાર મૂક્યો


